અમિત પટેલ અને કેતન પટેલે વેચેલા ફલેટ ફરી બીજી પાર્ટીને વેચી માર્યા
સુરત, તા. ૧૯
સચીન કનસાડ ગામ ખાતે આવેલ તિલક એવન્યુ એપાર્ટમેન્ટના બે ફલેટના વેચાણ દસ્તાવેજ બનાવી આપ્યા હોવા છતાં પણ આ બન્ને ફલેટ બીજાને વેચી દઈ ઠગાઈ કરનારા બિલ્ડરો વિરુદ્ધ સચીન જીઆઈડીસી પોલીસ મથકે ફલેટ માલિકે ફરિયાદ નોîધાવી હતી.
સચીન જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી અમિતકુમાર અરવિંદ પટેલ, કેતનકુમાર અરવિંદ પટેલ સચીન કનસાડ ગામમાં તિલક એવન્યુ એપાર્ટમેન્ટનું બાંધકામ કર્યુ હતું. આ એપાર્ટમેન્ટમાં ફરિયાદી મનસુખલાલ મગનલાલ ખરવર (રહે. યોગીકૃપા, ભટાર રોડ)નાએ બે ફલેટ ખરીધ્યા હતા જે અંગે ૨૦૧૨માં વેચાણ દસ્તાવેજો પણ બની ગયા હતા. ત્યારબાદ બન્ને આરોપીઅોએ ફરિયાદી લેખિત સંમતિ વિના બન્ને ફલેટ હિંમતવસરામ પાનેલિયાને ૨૦૧૪માં ખોટા દસ્તાવેજો બનાવી આપી આ ફલેટો બબ્બે વ્યકિતને વેચાણ આપી ફરિયાદી મનસુખલાલ ખરવર સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સચીન જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ દરમિયાન કનસાડ ગામમાં તિલક એવન્યુ નામે પ્રોજેક્ટ શરૂક રનાર બિલ્ડર બંધુઅો અમિતકુમાર પટેલ અને કેતનકુમાર પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાતા આ મુદ્દો બિલ્ડર લોબીમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





