પ્રેગ્નેન્ટ સાનિયાને પાક મીડિયાએ કર્યો સવાલ, ‘બાળક પાકિસ્તાની કે ભારતીય?’

0
7

મુંબઈ,તા.૮
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના લગ્નને લગભગ ૮ વર્ષથી વધારે સમય થઇ ગયો છે, પરંતુ બંનેનો સંબંધ સતત કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહે છે.
જી હા, સાનિયા મિર્ઝા ભારતીય છે અને શોએબ મલિક પાકિસ્તાની. આ બંનેના સંબંધને લઇને ઘણી સાનિયા-શોએબને સવાલ કરવામાં આવ્યા છે અને સાનિયા મિર્ઝા ઘણી વખત આ વાત કહી ચૂકી છે કે, ”મેં ભારત-પાકિસ્તાનના સંબંધોને ઠીક કરવા માટે શોએબ સાથે લગ્ન નથી કર્યા.” તેમ છતાં ઘણી વખત તેમના પરિવાર અને સંબંધોની વચ્ચે બે રાષ્ટ્રોના વિવાદને લાવવામાં આવે છે, તાજેતરમાં ફરી જ આવું કંઇક બન્યું.
વાસ્તવમાં સાનિયા-શોએબ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે, ત્યારે પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબ મલિકને પૂછ્યુ કે, ‘તમારા બાળકને કયા દેશની રાષ્ટ્રીયતા મળશે.’ જોકે આ સવાલનો જવાબ શોએબ એકદમ શાંતિથી આપતા કહ્યું કે, ”જો તમે મારા બાળકના ચાચા હોત તો આ પ્રકારનો સવાલ ના કર્યો હોત.” તમને જણાવી દઇએ કે, આ પહેલી વખત નથી જ્યારે આ કપલને વિવાદિત સવાલ કરવામાં આવ્યો હોય.
તમને જણાવી દઇએ કે, શોએબ મલિક હાલમાં સપ્ટેમ્બરમાં શરૂ થનારા એશિયા કપ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયા- પાકિસ્તાનની વચ્ચેની મેચ ૧૯ સપ્ટેમ્બરમાં રમાશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY