મુંબઈ,તા.૮
પ્રખ્યાત કોમેડી શો ‘તારક મેહતાના ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવીને પોપ્યુલર થયેલી દિશા વાંકાનીના ફેન્સ માટે ખુશખબરી છે. દયા બેન મેટરનીટી લીવ પછી હવે જલદી જ આ શો પર પરત ફરવા માટે તૈયાર છે.
જણાવી દઇએ કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી શોમાં નજરે પડ્યા હતા. તેમના ફેન્સને તેમની ફેવરીટ અભિનેત્રી દયાબેનની વાપસીનો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. દિશા વાંકાની આગામી ૨ મહીનામાં શો પર પરત ફરી શકે છે. શોની ટીમ દિશા વાંકાનીની વાપસીને લઇને લાંબા સમયથી સંપર્ક કરી રહી છે.
દિશા ગત વર્ષે સપ્ટેમ્બરના સમયે મેટરનિટી લીવ પર ગઇ હતી. ૩૦ નવેમ્બરે તેમને પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યાર પછી ખબર આવી રહી હતી કે તે ક્યારેય પણ શોમાં પરત નહીં ફરે. સુત્રો મુજબ પુત્રીના જન્મ પછી થોડાક મહીના થવાના કારણે દિશાએ મેકર્સને તેમના મેટરનિટી લીવને આગળ વધારવા માટે કહ્યું હતું.
તે સિવાય દિશા વાંકાનીએ ઘણીવાર ઇંસ્ટાગ્રામ પર તેની પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તે પોતે શોને મિસ કરી રહી છે. પરંતુ મજબૂરી અને પર્સનલ કમિટમેન્ટ્સના કારણે તેમના માટે જલદી પરત ફરવું મુશ્કેલ છે. પરંતુ હવે દિશા શો પર પરત ફરવા પૂર્ણ રીતે તૈયાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






