જમ્મુ-કાશ્મીર,તા.૨૭
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા જવાનોએ મંગળવારે સવારે થયેલી અથડામણમાં ૩ આતંકીઓને ઠાર કર્યા હતા. કુલગામના રેડવાની વિસ્તારમાં થયેલી અથડામણમાં સેનાનો એક જવાન પણ શહીદ થઇ ગયો છે. આતંકીઓની સાથે સુરક્ષા જવાનોની આ અથડામણ સવારે શરૂ થઇ હતી.
તેના સિવાય પુલવામામાં પણ સુરક્ષા જવાનો અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણ ત્રાલના હાફૂ વિસ્તારમાં ચાલી રહી છે. સુરક્ષા જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. બન્ને તરફથી રોકાઇ-રોકાઇને ગોળીબાર થઇ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુરક્ષા જવાનોએ વિસ્તારમાં આતંકીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ત્યારબાદ આતંકીઓ સાથે અથડામણ શરૂ થઇ હતી.
જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા જવાનોએ રવિવારે પણ એકાઉન્ટરમાં ૬ આતંકીઓને ઠાર માર્યા હતા. આ એકાઉન્ટર બટાગુંડમાં થયું હતું. તેમાં એક જવાન પણ શહીદ થયો છે. સુરક્ષા જવાનો અને પોલીસ સંયુક્ત રૂપના વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે.
સુરક્ષા જવાનોએ વિસ્તારમાં બેથી ત્રણ આતંકી છુપાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન અથડામણ શરૂ થઇ ગઇ હતી.
તમને જણાવી દઇએ કે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ૨૩ નવેમ્બરે પણ સુરક્ષા જવાનોએ અથડામણમાં ૬ આતંકીઓને ઠાર માર્યા હતા. ઠાર થયેલા તમામ આતંકીઓના મૃતદેહોને સુરક્ષા જવાનોએ ભેગા કરી દીધા છે. ઠાર થયેલા આતંકીઓની ઓળખ આઝાદ મલિક, ઉનીસ શાફી, શાહિદ બશીર, બાસિત ઇશ્તિયાક, આકિબ નજર અને ફિરદૌસ નજરના રૂપમાં થઇ છે. તેમાંથી આઝાદ મલિક ઉર્ફ આઝાદ ડાડા પત્રકાર શુજાત બુખારીની હત્યામાં સામેલ હતો. આ આતંકી રાષ્ટ્રીય રાયફલ્સ તરફથી બિજબેહરાના સેકીપોરામાં ચલાવવામાં આવેલા અભિયાનમાં ઠાર થયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







