મુંબઈ,તા.૬
ટોચના ફિલ્મ સર્જક નીતેશ તિવારીએ અભિનેતા તાહિર રાજ ભાસીનને પોતાની આગામી ફિલ્મ માટે કરારબદ્ધ કર્યો હોવાની માહિતી મળી હતી.
તાહિરે તાજેતરમાં નંદિતા દાસ ઠાકુરની મન્ટો ફિલ્મ પૂરી કરી હતી જે રજૂઆતને આરે છે. તાહિરે પોતાની અભિનય કારકિર્દી વિલન તરીકે શરૃ કરી હતી. પરંતુ હવે એ બીજી ભૂમિકાઓ પણ સ્વીકારતો થયો હતો.
નીતેશ તિવારીની આ અનટાઇટલ્ડ ફિલ્મમાં સુશાંત સિંઘ રાજપૂત હીરો છે. તાહિરની ભૂમિકા વિશે હજુ કોઇ વિગત જાહેર કરાઇ નથી. તાહિરે કહ્યું કે એંજિનિયરીંગ કાલેજની વિદ્યાર્થી આલમની દોસ્તી, પ્રેમ, સફળતા અને બેવફાઇની કથા છે.
નીતેશ તિવારીના પ્રવક્તાએ પણ ફિલ્મની કથા કે તાહિરના રોલ વિશે વધુ કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. એણે ફક્ત એટલું કહ્યું હતું કે તાહિરનો રોલ ખૂબ મહત્વનો છે.
હાલ સુશાંત કાસ્ટિગ ડાયરેક્ટર મટીને ફિલ્મ સર્જક બનેલી મૂકેશ છાબરાની ફિલ્મ કીઝી ઔર મેની પૂરી કરી લે ત્યારબાદ નીતેશની ફિલ્મ ફ્લોર પર જવાની શક્યતા છે. આ ફિલ્મ હોલિવૂડની હિટ ફિલ્મ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ પર આધારિત છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




