ગૌચરની જમીન પાસે પાણીમાંથી ખેત મજૂરનો મૃતદેહ મળી આવ્યો
સુરત, તા. ૨૪
બારડોલી-ટીમ્બરવા ગામ ખાતે ખેતïમજૂરના નાનાભાઈને કોઈ બોથડ પદાર્થ વડે માથાના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી હત્યા કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાના બનાવ બારડોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોર્યાસી તાલુકાના સારોલી ગામના જુના હળપતિવાસ બાવડી ફળિયામાં અરવિંદભાઈ ઠુમરભાઈ રાઠોડ રહે છે. તેઅો પોતે ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેમના નાનાભાઈ સોમા ઉર્ફે લાલુને અજાણ્યા ઈસમે કોઈ બોથડ પદાર્થ વડે માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજાઅો પહોîચાડી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મૃતકના હાથ-પગ બાંધી ગૌચરની જમીન પાસે આવેલ પાણીમાં ડૂબાડી દઈ ફરાર થઈ ગયો હતો. હત્યાની જાણકારી તેમના ભાઈ અરવિંદને કરવામાં આવતા તેમણે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કયા કારણોસર ખેતમજૂરના ભાઈની હત્યા કરવામાં આવી તે જાણવા મળ્યું નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



