મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢાવા દો : હાઈકોર્ટમાં અરજી દાખલ

0
9

કોચ્ચી,તા.૧૧
ત્રણ તલાક બાદ હવે એક વાર ફરી મુસ્લિમ મહિલાઓ માટે હિંદુવાદી સંગઠને નવો ફણગો ફોડ્યો છે. કેરળ હાઇકોર્ટમાં એક હિન્દુવાદી સંગઠને જાહેર હિતની અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, મહિલાઓને નમાઝ માટે મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રેવેશ અંગે ચાલી રહેલા રાજકારણ વચ્ચે મહિલાઓને નમાઝ માટે મસ્જિદમાં પ્રવેશ આપવા અંગે અરજી દાખલ કરાનારા અરજીકર્તાએ જણાવ્યું કે, મુસ્લિમ મહિલા શ્રદ્ધાળુઓને પણ મસ્જિદમાં પુરુષો સાથે મસ્જિદમાં પ્રવેશ મળવો જાઇએ. અરજીકર્તાએ વધુમાં જણાવ્યું કે, મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવા માટેની મુખ્ય જગ્યામાં પ્રવેશ અને તેમને ત્યાં નમાઝ નહી પઢવા દેતા તેમની સાથે ભેદભાવ કરાય છે .સ્વામી દેથાત્રેય સાઇ સ્વરૂપ નાથે આ અરજી દાખલ કરી છે.તેઓ અખિલ ભારત હિન્દુ મહાસભાના કેરળ વિસ્તારના અધ્યક્ષ છે.
નોંધનીય છે કે ઇસ્લામમાં પહેલાથી જ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ કરવાની પરવાનગી અપાઇ. પરંતુ દરેક મસ્જિદમાં મહિલાઓને પ્રવેશવા દેવામાં આવતી નથી. તેમને એવી જ મસ્જિદમાં પ્રવેશ કરવાની પરવાનગી છે જ્યાં તેમના માટે ખાસ વ્યવસ્થા કરાઇ હોય. જેમકે દિલ્હીની જામા મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓને પ્રવેશ કરવાની છૂટ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY