૧૦૦ કરોડની કમાણીની નજીક પહોંચી ફિલ્મ સ્ત્રી

0
18

મુંબઈ,તા.૧૦
હવે ભારતમાં હોલીવુડની ફિલ્મો સારી કમાણી કરે છે. થોડા કેટલાક સમયમાં ફિલ્મોનું કલેક્શન આ વાત સાબીત કરે છે. ભારતીય દર્શકો હોલીવુડની ફિલ્મોને ખુબજ પસંદ કરે છે. હાલમાં રિલીઝ થયેલી હોલીવુડની હોરર ફિલ્મ THE NUN ભારતમાં ધીકતો ધંધો કરી રહી છે. કમાણીના મામલે આ ફિલ્મે કેટલીયે હિન્દી ફિલ્મોને પાછળ રાખી દીધી છે.
એવેન્જર્સ INFINITY WAR અને ડેડપૂલ ૨ બાદ કંન્જ્યુરિંગ ૨ની ૫મી ફિલ્મ THE NUN માં દર્શકોને પોતાની તરફ આકર્ષી રહી છે. આ ફિલ્મે ઓપનીંગ ડે પર ૮ કરોડની કમાણી કરી બોલીવુડની ફિલ્મો પલટન, લૈલા મજનૂ અને ગલી ગુલીયાને પાછળ રાખી દીધી છે. THE NUN કંન્જ્યુરિંગ સીરીઝની અત્યાર સુધીની સૌથી સારી ઓપનર સાબીત થઈ છે.
ભારતમાં THE NUNની બીજા દિવસની કમાણી પહેલા દિવસ કરતા વધારે થઈ છે. ફિલ્મે બીજા દિવસે ૧૦.૨૦ કરોડનો વેપાર કર્યો છે. આ રીતે બે દિવસમાં THE NUNની કુલ કમાણી ૧૮.૫૦ કરોડ થઈ છે.
ના ફક્ત હોલીવુડ હોરર ફિલ્મ પણ ગયા અઠવાડિયે રિલીઝ થયેલી બોલીવુડની હોરર કોમેડી સ્ત્રીએ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સ્ત્રીની કમાણી ૮૦ કરોડનો આંકડો પાર કરી ચુકી છે. બીજા સપ્તાહમાં આ ફિલ્મે ૮૨.૨૯ કરોડ મેળવ્યા છે. મનાઈ રહ્યું છે કે આ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરશે. સ્ત્રી ફિલ્મ THE NUNને જોરદાર ટક્કર આપી રહી છે.
શુક્રવારે રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મોનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન ખરાબ રહ્યું. પલટન, લૈલા મજનૂ, ગલી ગુલીયાની ત્રણ દિવસની કમાણી હોલીવુડની ફિલ્મ THE NUNના પહેલા દિવસના કલેક્શન પાસે પણ ન પહોંચી શકી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY