અરબી સમુદ્રમાં પ્રચંડ હવાનું દબાણ સર્જાતા દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનું સંકટ

0
14

અરબી સમુદ્રમાં વાવાઝોડુ આકાર લેતા હવામાન વિભાગ એલર્ટ : તા. ૮મી અોક્ટોબરથી ૧૨મી સુધી વાવાઝોડાની અસર થવાની સંભાવના
સુરત, તા. ૨૯
અરબી સમુદ્રમાં નવી સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતા ભારતીય મોસમ વિભાગ એલર્ટ થયું છે. ૭મી અોક્ટોબર સાયકલોનની દિશા અને ગતી નક્કી થશે. ૮મીથી ૧૨મી સુધી અોક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરબી સમુદ્રમાં નવી સાયકલોનીક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં કન્વર્ટ થયા બાદ વાવાઝોડા સ્વરૂપે સમુદ્ર કિનારે ત્રાટકી શકે છે. હાલના સેટેલાઈટ ઈમેજ રીડીંગ મુજબ ૭મી અોક્ટોબરે વાવાઝોડાની દિશા અને ગતિ વિશે ચોક્કસ માહિતી મળી શકશે. ૮મીથી ૧૨મી અોક્ટોબર પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકે તેવો અનુમાન લગાવી શકાય. આ પાંચ દિવસ દરમિયાન તોફાની પવન ફૂંકાશે. વરસાદ થશે અને વાદળછાયુ વાતાવરણ સર્જાશે હવામાન વિભાગના નિષ્ણાતો અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલ વાવાઝોડા પર સતત વોચ રાખી રહ્ના છે. હાલના તબક્કે તેની દિશા અને ગતિ વિશે ચોક્કસ ડીપ ડિપ્રેશન બાદ જ્યારે વાવાઝોડામાં રૂપાંતરિક થશે ત્યારે તે ભારે પવન સાથે સમુદ્ર કિનારે ત્રાટકશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની વિદાય થઈ છે. ત્યારે વાવાઝોડાની અસરથી સુસવાટાભેર પવન સાથે તોફાની વરસાદ ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સંબંધિત વિભાગોને વાવાઝોડાની જાણ કરીને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લાના દરિયા કિનારે વાવાઝોડાની અસર થઈ શકે તે માટે જે તે જિલ્લા કલેક્ટરોને પણ મેસેજ પાઠવવામાં આવ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY