કાશ્મીરમાં ભારતીય સેના લોકો પર અત્યાચાર ગુજારી રહી છે : ઈમરાન ખાન

0
9

ઈસ્લામાબાદ,તા.૨૨
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. ઇમરાન ખાને ટિવટ કરીને કાશ્મીરમાં થઈ રહેલા અત્યાચારનો આરોપ લગાવ્યો છે. ઈમરાન ખાને કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના લોકો પર અત્યાચાર ગુજારી રહી છે.
જ્યાં નિર્દોષ કાશ્મીરના લોકોને માર મારવામાં આવ્યો છે. આ મામલાને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોને માનીને કાશ્મીરની સમસ્યાનો ઉકેલવો જાઈએ. જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી બાદ ઈમરાન ખાને આ પ્રકારનુ ટિવટ કર્યુ છે.
ઈમરાન ખાન પહેલા પાકિસ્તાન સરકારના પ્રધાન શિરીન મજારીએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન સરકાર કાશ્મીર મુદાને ઉકેલવા માટે પ્રસ્તાવ તૈયાર કરી છે. જેને પહેલા ભારતે સ્વિકાર કર્યો હતો. પરંતુ જમ્મુ કાશ્મીરમાં પોલીસ જવાનની હત્યાના કારણે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો.
મહત્વનું છે કે, આ પહેલા યુએનમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પાકિસ્તાનને આતંકવાદ મુદે ઘેર્યુ હતું. સુષમા સ્વરાજે આતંકવાદની ઘટનાને વખોડી પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY