પટણા,તા.૬
બિહારના મુઝફ્ફરપુરના શેલ્ટર હોમમાં છોકરીઓ સાથે દુષ્કર્મની ઘટ્નાને લઈને મચેલા હોબાળા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે વિરોધ પક્ષના હોબાળા પર જવાબ આપ્યો હતો. સાથે જ નીતીશ કુમારે વિપક્ષને બરાબર નિશાને લીધો હતો.
નીતીશ કુમારે કહ્યું હતું કે, આ ઘટનાને લઈને તેમનું માથું ઝુકી ગયું છે અને તેમની સરકાર આ ઘટનાની હાઈકોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગણી કરી છે. સાથે જ નીતીશે દિલ્હીમાં જઈને આરજેડીના નેતૃત્વમાં મુઝફ્ફરપુર કાંડ પર આયોજીત વિરોધ પક્ષના ધરણા અને જેડીયુના ભૂતપર્વ નેતા શરદ યાદવ પર નિશાન તાકતા કહ્યું હતું કે, ધરના પર બેઠેલા લોકો આટલા સંવેદનશીલ મુદ્દે પણ હસી રહ્યાં છે. ત્યાં સુધી કે મહિલાઓ પર પણ અપશબ્દ બોલનારા નેતાઓ હાથમાં કેંડલ માર્ચ કરી રહ્યાં હતાં. નીતીશે આજે ફરી એકવાર કહ્યું હતું કે, આ મામલે જે કોઈ પણ દોષિત જણાશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નીતીશ કુમારે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા ધરણા પર એક એક કરીને નિશાન તાક્્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ મામલે રાજકીય હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. સમય આવશે તો આ તરફથી પણ જવાબ આપવામાં આવશે અને ત્યારે જ વાત સમજાશે. આટલા સંવેદનશીલ મુદ્દે આયોજીત ધરણામાં લોકો હસી રહ્યાં હતાં. કોણ કોણ આ કેંડલ માર્ચમાં શામેલ હતાં. મહિલાઓ પ્રત્યે અપશબ્દ બોલનારા નેતાઓ પણ તેમાં શામેલ હતાં. શરદ યાદવનું નામ લીધા વગર જ નીતીશ કુમારે કહ્યું હતું કે, પટકરી કહ્યું હતું ને? હવે આવા લોકો પણ કેંડલ માર્ચમાં શામેલ હતાં. કોઈ પણ સરકાર રહે આ પ્રકારની ઘટનાઓ ક્્યાંય પણ બની શકે છે. અમે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યાં છીએ. કોઈ જ કચાશ છોડવામાં નહીં આવે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




