મુંબઈ,તા.૨૫
સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજૂમાં પોતાના અભિયનના ઓજસ પાથરનાર યુવા અભિનેતા રણબીર કપુર વધુ એક બાયોપિક ફિલ્મ કરવા માટે તૈયાર થયો છે. હાલમાં જુદા જુદા લોકો પર બાયોપિક ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે. અનેક હસ્તીઓ પર બાયોપિક ફિલ્મ બની ચુકી છે જેને મોટી સફળતા મળી છે. સંજુ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી ફિલ્મને મોટી સફળતા હાંસલ થઇ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતે ભૂમિકા અદા કરી હતી. હાલમાં અન્ય બાયોપિક ફિલ્મ પણ બની રહી છે. જેમાં બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનનાર છે.
પહેલા અક્ષય કુમાર જ લીડ રોલ અદા કરનાર હતો. જો કે કેટલાક વિવાદ બાદ અક્ષય કુમારે ફિલ્મ છોડી દીધી છે. મુગલના ફિલ્મ મેકર્સ હવે રણબીર કપુરને કાસ્ટ કરવા વિચારી રહ્યા છે. ભૂષણ કુમાર માને છે કે રણબીર કપુર પરફેક્ટ સાબિત થઇ શકે છે. તે સારા અભિનેતા હોવાની સાથે સાથે સારી માર્કેટ વેલ્યુ પણ ધરાવે છે. રણબીર સાથે ફિલ્મ નિર્માતા વાતચીત કરી ચુક્યા હોવાના અહેવાલ મળ્યા છે. સંજુ બાદ રણબીર બીજી બાયોપિક ફિલ્મ કરનાર છે. સંજુમાં તેની ખૂબ જ પ્રશંસા થઇ હતી.
જો વાત કરીએ પર્સનલ લાઇફની તો આલિયા અને રણબીર કપૂર વચ્ચે અફેર ચાલી રહ્યો હોવાની વાતો બોલિવૂડની કોકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી અને બંનેનાં માતા પિતા પણ આ સંબંધને સ્વીકારતા હોવાના અહેવાલો પણ પ્રગટ થયા હતા.
આલિયા હાલ કરણ જોહરની બ્રહ્માસ્ત્ર અને કલંક ફિલ્મ કરી રહી છે. બ્રહ્માસ્ત્રમાં એની સાથે રણબીર કપૂર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યા છે. કલંકમાં વરુણ ધવન સાથે એ ચમકી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






