ગડકરીજી એકદમ બરાબર સવાલ કર્યો,આખરે નોકરીઓ છે જ ક્યાં? : રાહુલ ગાંધી

0
19

ન્યુ દિલ્હી,તા.૬
SC/ST ઍક્ટ અને અનામત જેવા મુદ્દે બેકફૂટ પર ઊભેલી ભારતીય જનતા પાર્ટી માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદને મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. ગડકરીને પોતાના નિવેદન માટે સ્પષ્ટતાઓ કરવી પડી પરંતુ કદાચ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દાને લઇને કેન્દ્રીય મંત્રી પર વ્યંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગડકરીએ કહ્યું હતું કે આખરે લોકોને અનામત કેમ જાઇએ છે જ્યારે દેશમાં નોકરી જ નથી? તેના પર રાહુલે કટાક્ષ કરતા કહ્યુ્ં કે ગડકરીજી, તમે એકદમ બરાબર સવાલ પૂછ્યો છે. દરેક ભારતીય આ જ સવાલ પૂછી રહ્યો છે, આખરે નોકરીઓ છે જ ક્યાં?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે જા અનામત આપવામાં આવે છે તોપણ ફાયદો નથી, કારણકે નોકરીઓ નથી. બેંકમાં આઇટીના કારણે નોકરીઓ ઓછી થઇ છે. સરકારી ભરતીઓ અટકેલી છે. નોકરીઓ ક્્યાં છે?
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY