મુંબઈ,તા.૧૦
બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ટિ્વટર પર ટ્રોલ્સને જવાબ આપવા માટે ફેમસ છે. તાજેતરમાં જ એક ટ્રોલર્સે ‘વીરે દી વેડિંગ’ ફિલ્મના સ્વરાના માસ્ટરબેશન સીનનો સ્ક્રિનશાટ તેના પિતાને ટિ્વટર કર્યો હતો. સ્વરાએ આ ટ્રોલને પોતાના અનોખા અંદાજમાં જવાબ આપ્યો છે.
વાસ્તવમાં સ્વરાના પિતા સી. ઉદય ભાસ્કરે એક ટ્વીટ કરતાં સુપીમ કોર્ટની કલમ ૩૭૭ અને સમલૈંગિકતા પર તાજેતરમાં આપેલા નિર્ણયના વખાણ કર્યા હતા. જેના જવાબમાં એક ટ્રોલરે સ્વરાના માસ્ટરબેશન સીનનો સ્ક્રિનશાટ તેના પિતાને શૅર કરી તેની સલાહ માંગી હતી.
સ્વરાએ ટિ્વટરનો જવાબ આપતા કહ્યું કે, ”હું એક એક્ટ્રેસ છું અને વાઇબ્રેટર ઉપયોગ કરું છે તેવી એક્ટિંગ કરી હતી. આ વિશે મારા પિતાને પૂછવાની જરૂર નથી. હવે તમને કોઇ શંકા હોય તો આ વિશે તમે ડિરેક્ટ પૂછી શકો છો. તમે તમારા નામમાંથી વીર હટાવી લો. જે કોઇ પોતાની હરકતથી મોટા વ્યકિતને શરમિંદા કરવાનો પ્રયત્ન કરી શકે છે તે વીર ના હોઇ શકે.
સ્વરા પહેલા પણ આ સીન પર ટ્રોલ થવા મુદ્દે લોકોને જવાબ આપી ચૂકી છે. એક ઇન્ટરવ્યૂમાં સ્વરાએ કહ્યું કે, ”આ સીન ટેક્નિકલી રીતે ખોટો નથી, પણ શરમ તો આવે. બાય્ઝ કઇ પણ કરે તે ખોટું નથી, પરંતુ જા અમે બેડરૂમમાં કઇ કરીએ તો તે શરમજનક સાબિત થાય છે.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




