કોલકાત્તામાં કેનિંગ સ્ટ્રીટ સ્થિત બગાઈ માર્કેટમાં આગ : કરોડોનો માલ સામાન બળીને ખાખ

0
14

કોલકાત્તા,તા.૧૬
કોલકત્તાની બગરી માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી. કેનિંગ સ્ટ્રીટ સ્થિત માર્કેટમાં વહેલી સવારે આગ લાગતા સમગ્ર માર્કેટમાં આગ ફેલાઈ હતી. જેના પગલે અસંખ્ય દુકાનો આગની લપેટમાં આવી હતી. આગના પગલે દુકાનોમાં રહેલો કરોડોનો માલ સામાન બળીને ખાખ થયો છે.
તો ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ સહિત ૩૦ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જા કે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે,આજરોજ વહેલી સવારે બનેલ આ આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું બહાર આવેલ નથી. તો આ સાથે જ ભીષણ આગને પગલે સંપત્તિને મોટા પાયે નુકસાન થયું હતું. જા કે, હજી સુધી કેટલા પ્રમાણમાં નુકસાન થયું તે સત્તાવાર રીતે જાણી શકાયું નથી.
આ ઘટનાને લીધે આસપાસના વાતાવરણાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. આ મામલાની જાણ નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ૩૦ જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચાલાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY