લોકો મારા વિશે ખરેખર નથી જાણતા : તાપસી પન્નૂ

0
9

મુંબઈ,તા.૧૬
‘મનમર્ઝિયાં’ ફિલ્મની અભિનેત્રી તાપસી પન્નૂનું કહેવું છે કે બોલીવુડમાં ‘પિંક’, ‘જુડવા-૨’ અને ‘મુલ્ક’ જેવી સુપરહિટ ફિલ્મો આપવા છતા લોકો તેના વિશે નથી જાણતા. તાપસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “મને નથી લાગતુ કે પોતાના કેરિયરમાં આજે હું જે જગ્યાએ છું ત્યાં એક કે બે ફિલ્મો કરવી ઠીક છે. સાચુ કહું તો જ્યાં સુધી દરેક સિનેમાપ્રેમી મારા વિશે નથી જાણતો ત્યાં સુધી હું વર્ષમાં વધારે ફિલ્મો કરવાનું બંધ નહી કરું. મને હજુ પણ એવુ લાગે છે કે લોકો મારા વિશે ખરેખર નથી જાણતા.”
તાપસીએ કહ્યું કે, “જ્યારે હું મારા ફેન્સ બનાવી લઇશ ત્યારે મારી પસંદની ફિલ્મો કરીશ. મારુ લક્ષ્ય મારી પેઢીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક બનવાનું છે.” તાપસીએ કહ્યું કે, “ફિલ્મ પિંક પછી હું એકપણ ફિલ્મને ના નથી કહી શકી. મને મારા નિર્ણય પર જરા પણ પછતાવો નથી.”
તાપસીએ કહ્યું કે, “હું એક સ્ટાર બનવા ઇચ્છુ છું. હું ઇચ્છુ છું કે લોકો સંશય વગર પોતાના મહેનતનાં રૂપિયા મારી ફિલ્મની ટિકિટ ખરીદવા પાછળ ખર્ચે. જ્યારે આવુ થશે ત્યારે મને લાગશે કે હું સ્ટાર બની ગઈ છું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY