મુંબઈ,તા.૩૦
બિગ બોસ ૧૨ના ઘરમાંથી આ અઠવાડિયે એક જોડીએ બહાર થવું પડ્યું, તે જોડી હતી કૃતિ-રોશ્મી. ઘરેથી નીકળ્યા બાદ કૃતિએ ઈન્ટર્વ્યૂમાં બિગ બોસના ઘરના અંદરના હાલાત જણાવ્યા. કૃતિએ કહ્યું કે “ઘરવાળાઓએ વિકેન્ડના વારમાં સબા-સોમીને વિલન બનાવ્યા પરંતુ જ્યારે નોમિનેશનનો વારો આવ્યો તો અમને જ નોમિનેટ કરી દેવામાં આવ્યાં. સબાની આ રમત સમજવામાં અમને વાર લાગી.”
કૃતિએ માન્યું કે રોશમી સાથે તેને બિલકુલ નહોતું બનતું અને તેને કારણે જ તે બંને વચ્ચે શો દરમિયાન સારો તાલમેલ ન બેસી શક્યો. એમણે કહ્યું કે, બિગ બોસના ઘરમાં જોડીઓમાં આવેલા કન્ટેસ્ટન્ટ એકબીજાને ઓળખતા હતા. પરંતુ રોશમી અને હું આ શોમાં આવ્યા બાદ જ એકબીજાને મળ્યાં હતાં. જ્યારે કેપ્ટનશીની વાત આવી તો હું માનું છું કે અમારે થોડું સખ્ત થવું જોઈતું હતું.
કૃતિએ કહ્યું કે ઘરમાં જો કોઈ દગો આપ્યો હોય તો તે શખ્સ કરણવીર છે, એણે જણાવ્યું કે બધા ઘરવાળા નોમિનેશન વિશે ચર્ચા કરતા રહેતા હતા. એક મિત્ર તરીકે હું કરણવીર પાસે ગઈ. મારી પાસે પણ કોઈ નોમિનેશન વિશે ચર્ચા કરવા આવશે તો હું કોશિશ કરીશ કે આ વાત મારા સુધી જ રહે. જો કરણવીરને લાગતુ હતું કે આ ખોટું છે તો તેણે મને ત્યારે જ રોકી દેવી હતી. પરંતુ તેણે આ વાતનું બહાનું બનાવી મને નોમિનેટ કરાવી દગો આપ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






