મુંબઈ,તા.૨૨
મહારાષ્ટ્રનાં પુણે-ઔરંગાબાદ હાઈવે પર એક પ્રાઈવેટ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આઠ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહમદનગર પોલીસ સ્ટેશનનાં અધિકારી રિયાદ ઈમાનદારે જણાવ્યું કે, આ દુર્ઘટના આજે સવારે ૫.૨૦ વાગ્યે ઘટી હતી. બસ ખૂબ જ ઝડપથી ઔરંગાબાદથી પુણે તરફ જઈ રહી હતી.
બસ વાદેગાવ્હાં વિસ્તારમાં પહોંચી કે બસના ડ્રાઈવરે બસ પરનું પોતાનું સંતુલન ગુમાવી દેતા રોડની સાઈડ પર ઉભેલી ટ્રક સાથે જઈને અથડાઈ હતી. રિયાદ ઈમાનદારે જણાવ્યું કે, આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ આઠ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. જ્યારે બસમાં સવાર મોટા ભાગનાં યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ધોરણે શિરૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




