મુંબઈ,તા.૮
ટોચની અભિનેત્રી તાપસી પન્નુંએ કહ્યું હતું કે હતું કે અમારી ફિલ્મ મનમર્ઝિયાં સ્ત્રીની દ્રષ્ટિએ રજૂ થતી લવ સ્ટોરી છે. મોટા ભાગની હિન્દી ફિલ્મો પુરુષની દ્રષ્ટિએ લવ સ્ટોરી રજૂ કરતી હોય છે.
આ ફિલ્મ ટોરોન્ટો ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ધ હસબન્ડ મટિરિયલ નામે રજૂ થવાની છે. તાપસીએ કહ્યું કે ગ્લોબલ એાડિયન્સ સહેલાઇથી સમજી શકે માટે આવું ટાઇટલ પસંદ કરવામાં આવ્યું હતું.
લગભગ બે વર્ષના વેકેશન બાદ અભિષેક બચ્ચન આ ફિલ્મમાં ચમકી રહ્યો છે. તાજેતરમાં એણે એકરાર કર્યો હતો કે બે વર્ષ બેસી રહ્યો એ એની ભૂલ હતી. આ ફિલ્મમાં એ એક શીખ યુવાન તરીકે રજૂ થઇ રહ્યો છે.
અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં પ્રણય ત્રિકોણ હોવા છતાં એ પરંપરાગત લવ ટ્રાયેન્ગલ નથી એમ કહેતાં તાપસીએ કહ્યં કે કથાની માવજત અનુરાગે અલગ રીતે કરી છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને વીકી કૌશલ સાથે તાપસી ચમકી રહી છે. અગાઉ તાપસીએ અભિષેકના પિતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ ફિલ્મો કરી હતી. તાપસીએ કહ્યું કે અત્યાર અગાઉ રજૂ થયેલી પ્રણય ત્રિકોણની ફિલ્મોમાં સ્ત્રીના પાત્રને ટેનિસ બોલની જેમ અહીંથી તહીંં ફેંકાતી દેખાડાઇ હતી. આ ફિલ્મમાં એવું નથી એ તમે ફિલ્મ જોશો ત્યારે સમજી શકશો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





