દુબઈમાં એક રેસ્ટોરાં બેરોજગાર યુવાનોને ફ્રીમાં જમાડે છે..!!

0
6

દુબઈ,તા.૧૪
દુનિયામાં તમે એક-એકથી ચઢિયાતા દરિયાદિલના લોકો જાયા હશે, પરંતુ આ બધાની વચ્ચે તમે કયારેય એવા લોકોને જાયા છે જા પોતે જ કંઇક ખાસ કરીને એક આગવી ઓળખ ઉભી કરી દે છે. દુબઇમાં એક રેસ્ટોરાં એવી પણ છે જે બેરોજગાર યુવાનોને ફ્રીમાં જમાડે છે. આ રેસ્ટોરાંની બહાર બોર્ડ લગાવ્યું છે કે જા તમે નોકરી શોધી રહ્યાં છો તો તમે અમારે ત્યાં જમી શકો છો. પૈસાની ચિંતા ના કરો, જ્યારે તમને નોકરી મળે ત્યારે તમે પાછા આવી અમને પૈસા ચૂકવી શકો છો. રેસ્ટોરાં એ એમ પણ અપીલ કરી છે કે પૈસા વગર જમવામાં તમે જરાય શરમ સંકોચ અનુભવતા નહીં. તમે આના ચેરિટી ના સમજા, તમે બની શકો તો પછી પૈસા પાછા આપવા આવી શકો છો.
દુબઇના સિલિકોન ઓએસિસમાં દ કબાબ શોપ (The Kebab Shop) નામની આ રેસ્ટોરાં ચલાવનાર શખ્સનું નામ કમાલ રિઝવી છે. તેઓ કેનેડિયન-પાકિસ્તાની નાગરિક છે. આ રેસ્ટોરાં દ્વારા તેઓ સમાજ સેવાનું કામ પણ કરે છે. કમાલ કહે છે કે જ્યારે લોકોના હાથમાં નોકરી નથી હોતી, તો તેમને એક નાનકડી મદદ કરી ખુશી મળે છે.
આ શરૂઆત કેવી રીતે થઇ. તેના પર કમાલ રિઝવી કહે છે કે રેસ્ટોરાંમાં કેટલાંક લોકો સતત જમવા આવતા હતા. એવામાં એ લોકો સાથે વાતચીત પણ થતી હતી. સારી ઓળખાણ થઇ હતી. આ દરમ્યાન મેં જાયું કે તેમાંથી એક શખ્સે રેસ્ટોરાંમાં આવવાનું બંધ કરી દીધું. જ્યારે મેં તેમાંથી એક વ્યકિતને પૂછયું તો તેણે કહ્યુ કે તેની નોકરી છૂટી ગઇ છે. હવે અહીં ખાવા માટે તેમની પાસે પૈસા નથી. આ સાંભળીને મને ખોટું લાગ્યું. ત્યારે મેં એ લોકોને કહ્યુ કે તમારા મિત્રને લઇ આવો. તેણે કહ્યુ કે તેઓ ચિંતા વગર જમે. આ કોઇ ચેરિટી નથી. તેઓ તેને લોન સમજે અને જ્યારે તેને નોકરી મળે ત્યારે તે પૈસા પાછા કરી દે.
ખલીજ ટાઇમ્સના મતે ત્યારબાદથી એ શખ્સ ફરીથી આવવા લાગ્યો. આ ઘટનાએ જ મને એ પ્રકારનું કામ કરવાની પ્રેરણા આપી. તેના પરથી મને અનુભવ થયો કે ન જાણે કેટલાં લોકો મજબૂર હશે. રિઝવીએ પોતાની રેસ્ટોરાંની સામે તેના માટે બોર્ડ પર લગાવી રાખ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY