મુંબઈ,તા.૬
ટચૂકડા પરદાનો અમિતાભ બચ્ચન ગણાતો અભિનેતા રોનિય રોય ફિલ્મ સર્જક નિખિલ અડવાણીની ફિલ્મ મોગલ્સમાં શહેનશાહ બાબરનો રોલ કરશે એવી માહિતી મળી હતી.
આજથી દોઢ બે દાયકા અગાઉ ફિલ્મ અભિનેતા તરીકે નિષ્ફળ ગયેલા રોનિતને ટીવી સિરિયલોમાં જબરદસ્ત પ્રતિભાવ મળ્યો હતો અને એક તબક્કે તો એ સૌથી વધુ મહેનતાણું વસૂલતો
ટીવી સ્ટાર બની રહ્યો હતો. તાજેતરમાં એણે એક બે ફિલ્મો દ્વારા બોલિવૂડમાં પુનઃ પ્રવેશ કર્યો હતો. ખાસ કરીને શ્રીદેવીની મોમ ફિલ્મનો એનો રોલ વખણાયો હતો.
હવે એ નિખિલ અડવાણીની ફિલ્મ મોગલ્સમાં શહેનશાહ બાબરનો રોલ કરશે. આ ફિલ્મ દ્વારા રોનિત પહેલીવાર પિરિયડ ફિલ્મ કરશે. યોગાનુયોગે ટોચનો ફિલ્મ સર્જક કરણ જાહર પણ મુઘલ વંશજાની કથા પર આધારિત એક ફિલ્મ તખ્ત બનાવી રહ્યો છે જેમાં ટોચની સ્ટારકાસ્ટ ચમકી રહી છે.
નિખિલ પોતાની ફિલ્મ માટે એલેક્સ રુથરફોર્ડની નવલકથા એમ્પાયર આૅફ ધ મોગલ્સ પરથી સ્ક્રીપ્ટ તૈયાર કરાવી રહ્યા છે. આ ફિલ્મમાં બાબરની દાદીમાના રોલ માટે શબાના આઝમીને પસંદ કરાયાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




