પ્રોડ્યુસર મને કારણ વગર જ ફિલ્મમાંથી કાઢી મૂકતા હતા : શિલ્પા શેટ્ટી

0
10

મુંબઈ,તા.૨૦
હાલમાં જ હ્યુમન ઓફ બોમ્બેએ શિલ્પા શેટ્ટીની કહાણી શેર કરી. જેમાં શિલ્પાએ તેના કરિયર દરમિયાન આવેલી મુશ્કેલીઓ અંગે ખુલીને વાત કરી. વર્ષ ૧૯૯૩માં આવેલી ‘બાજીગર’થી ડેબ્યૂ કરનારી શિલ્પા ૯૦ના દાયકાની ટોપ અભિનેત્રીઓમાંથી એક હતી. તેણે જણાવ્યું કે, બોલિવૂડ તેના જીવનમાં બાયચાન્સ આવ્યું. મેં મજાકમાં એક ફેશન શોમાં ભાગ લીધો હતો. હું એક ફોટોગ્રાફરને મળી હતી, તે મારી તસવીરો લેવા માગતો હતો. તસવીર શાનદાર નીકળી. આ તસવીરોને લીધે મોડલિંગનો માર્ગ ખુલ્યો.
‘અપને’ બાદ કોઇ ફિલ્મમાં નજરે ન પડેલી શિલ્પા કહે છે કે, એક એવો સમય આવી ગયો હતો જ્યારે મારી ફિલ્મ્સ ફ્લોપ થઇ રહી હતી. હું બહુ પ્રયાસ કરી રહી હતી, પરંતુ એવું લાગી રહ્યું હતું કે હું પાછળ છૂટી રહી છું. એક પળ ફેમ અને બીજી પળે ભુલાવી દેવું સરળ નથી હોતું. ઘણા પ્રોડ્યુસર એવા હતા જે કારણ વગર મને ફિલ્મમાંથી કાઢી રહ્યાં હતાં. લાગી રહ્યું હતું કે સમગ્ર દુનિયા મારી વિરુદ્ધ છે. પરંતુ મારે પ્રયાસ કરવાનો હતો.
તે કહે છે કે, કંઇક નવું કરવા માટે મેં ‘બિગ બ્રધર’ શોમાં ભાગ લીધો. આ શોએ સારી અસર છોડી. મારી સાથે ભારતીય હોવાને લીધે ભેદભાવ થયો. વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY