મુંબઈ,તા.૧૨
આગામી હિન્દી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું બીજું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતની કડી છે ‘સ્પીકર ફટ જાયે’. ગીતની વિશેષતા એ છે કે એમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતને ઘણા વર્ષો બાદ ફરી, એમની જૂની સ્ટાઈલમાં નાચતાં શકાય છે. ગીતનો આરંભ અજય દેવગનથી કરાયો છે, પણ ગીતનું ફોકસ અનિલ અને માધુરી પર જ રાખવામાં આવ્યું છે. ‘ટોટલ ધમાલ’ આવતી ૨૨ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
નવા ગીતમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારોને ડાન્સ કરતાં જાઈ શકાય છે.
ગીતની સાથે ફિલ્મનાં લીડ એક્ટર્સ – અનિલ અને માધુરી તથા અજય દેવગન અને ઈશા ગુપ્તાની કેમિસ્ટ્રી પણ સરસ લાગે છે. મ્યુઝિક પરથી જ કહી શકાય કે આ ડાન્સિંગ સોન્ગ છે.
ગીતમાં ફિલ્મના અન્ય કલાકારો પણ નાચતા દેખાય છે, જેમ કે અર્શદ વારસી, રીતેષ દેશમુખ, જાવેદ જાફરી અને સંજય મિશ્રા.
નિર્માતાઓ આ પહેલાં આ જ ફિલ્મનાં અન્ય બે ગીત ‘પૈસા યે પૈસા’ અને ‘મુંગડા’ રિલીઝ કરી ચુકવ્યા છે. આ બંને ગીત પણ જૂની હિન્દી ફિલ્મોનાં સુપરહિટ ગીતોનાં રીમેક છે. ‘મુંગડા’ ગીત આઈટમ સોન્ગ છે અને એમાં સોનાક્ષી સિન્હાએ ડાન્સ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




