પરિણીત મહિલા સાથે આડાસંબંધમાં ડીંડોલી પેટ્રોલ પંપ પર યુવકની હત્યા

0
7

પરિણીતાના પિતાએ યુવકને ચપ્પુના ઘા મારી રહેસી નાખ્યો
સુરત, તા. ૨૨
ગત રાત્રે ડીંડોલી નજીક સણિયા ગામ પાસે પેટ્રોલપંપ પાસે એક યુવાન ઉપર ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લગ્નોત્તર સંબંધમાં યુવાનની હત્યા કરનારની પોલીસે ધરપકડ કરી છે.
ડીંડોલી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સણીયા ગામની સીમમાં આવેલ આઈઅોસીએલ કંપનીના પેટ્રોલપંપ ઉપર રાત્રે ૧૧ વાગ્યાના સુમારે સાતથી આઠ ઈસમો દ્વારા એક યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ મૃતક યુવાન રાજેશ સિદ્ધનાથ ખેરનાર ઉ.વ. ૩૭ ડીંડોલી શ્રધ્ધા સોસાયટી ખાતે રહેતો અને મકાન લે-વેચની દલાલીનું કામ કરતો હતો. ત્રણ સંતાનોના પિતા એવા રાજેશ ખેરનારના કવિતા નામની પરિણીત મહિલા સાથે લગ્નોત્તર સંબંધ હતા. આ સંબંધની અદાવત રાખીને કવિતાના પિતા અશોક સપકાળે રહે. મહાદેવનગર ડીંડોલીએ ગત રાત્રે પોતાના સાથીઅો સાથે મળી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવા આવેલ રાજેશ ઉપર ખૂની હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે રવીન્દ્ર સિદ્ધનાથ ખૈરનાર રહે. બી/૭૪, શિવશિક્ત સોસાયટી, કરાડવા રોડ, ડીંડોલી દ્વારા ભાઈની હત્યાની ફરિયાદ પોલીસ મથકે નોધાવી છે. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY