મેહુલ ચોકસીની ફેક્ટરીમાં ચોરી કરવા આવેલા મુંબઈના પાંચ ચોરોને સિક્યુરીટી ગાર્ડે ઝડપી પાડ્યા
સુરત, તા. ૨૨
ભાગેડૂ મેહુલ ચોકસીની સચીન જીઆઈડીસી સ્થિત ડાયમંડ પાર્ક ખાતે આવેલ ફાયર સ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લિ. કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા પાંચ જણાંની પોલીસે ધરપકડ કરી હતી. અત્રે નોધનીય છે કે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી છૂટેલા મેહુલ ચોકસીની ફાયર સ્ટાર ડાયમંડની અોફિસને ઈડીએ સીલ મારેલુ઼ છે. હાલ આ અોફિસ બંધ હાલતમાં છે. ગત તા. ૨૧/૯/૨૦૧૮ના રોજ રાત્રે ત્રણ વાગ્યામાં બાદ પાંચ ચોર કંપનીના કમ્પાઉન્ડની રેલીંગ કૂદી અંદર પ્રવેશ કરી બીજા ગેટનું હેન્ડલ તોડી ચોરી કરવાની કોશિષ કરતા સિક્યુરિટી ગાર્ડએ પાંચેય ચોરને ઝડપી પાડયા હતા. આ અંગે દિનેશ ઈન્દ્રજીત સિંગે સચીન જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલફીસે ફરિયાદ નોધી આરોપીર ણજીત રોહિદાસ વાઘમારે, રાજેન્દ્ર પ્રેમસિંગ ચૌહાણ, અબુબકર ડામયલ, હોકમીધી, સંદીપ રાજકુમાર સિંહ, સુભાષ દુલાલ અધિકારી (તમામ મુંબઈના રહીશ)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



