ઓર્ગેનિક રાજ્યનું બહુમાન ધરાવતા સિક્કમે વિશ્વમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

0
26

ગંગટોક,તા.૧૭
કૃષિ વિશ્વમાં અગ્રેસર ગુજરાતની બહુનામના વચ્ચે આજે એક અંગૂઠા જેવા અને ભારતના બીજા નંબરના સૌથી નાના રાજ્યએ વિશ્વમાં ભારતની કિર્તી વધારી છે. ઓર્ગેનિક ખેતીમાં ૨૫ દેશ એ ૫૪ રાજ્યોને પાછળ છોડી આ રાજ્યએ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ઓર્ગેનિક ખેતીનો એવોર્ડ જીત્યો છે. જે અંગે ખાસ કોઈ ચર્ચા થઈ નથી કારણ કે આ પૂર્વેત્તર રાજ્ય છે. દેશમાં પ્રથમ ક્રમાંકના ઓર્ગેનિક રાજ્યનું બહુમાન ધરાવતા સિક્કીમે વિશ્વમાં પ્રથમ નંબરનું સ્થાન હાંસલ કર્યું છે. ઓર્ગેનિક ખેતીમાં ભારતના આ રાજ્યોનો જાટો જડે તેમ નથી.
ભારત એે વિશાળ જમીન અને વિવિધતાભરી આબોહવા ધરાવતો દેશ હોવાથી ઓર્ગેનિક ફા‹મગ માટે ખૂબ સારી અનુકૂળતા ધરાવે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ખેતીની જમીનને નુકસાન થાય છે. ખેતી અને ખેડૂતો બંને દેવાળિયા થઈ રહ્યા હોવાનું હવે ધીરેધીરે સમજાયું હોવાથી વધુ ને વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. ખેડૂતોને ઓર્ગેનિક ચીજાના ઊંચા ભાવ મળી રહ્યા છે તે પણ ખેડૂતો માટે એક આકર્ષણ છે. ભારતમાં આશરે રૂ.બે લાખ કરોડનું ઓર્ગેનિક ઉત્પાદનનું માર્કેટ છે. ગુજરાતનાં અનેક મોટાં શહેરોમાં હવે ઓર્ગેનિક માલ ઊભા થઈ રહ્યા છે.
સિક્કિમ હાલમાં વાર્ષિક ૮ લાખ ટન ઓર્ગેનિક પેદાશો ઉત્પન્ન કરે છે, જે ભારતના કુલ ઓર્ગેનિક ઉત્પાદનનો ૬૫% હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૬માં સિક્કિમ લગભગ ૭૫ હજાર હેક્ટર ખેતી લાયક જમીનમાં ફક્ત ઓર્ગેનિક ઉત્પાદન કરીને ભારતનું પ્રથમ ૧૦૦% ઓર્ગેનિક ખેતી કરતું રાજ્ય બન્યું હતું. સિક્કિમને સંપૂર્ણ પણે ઓર્ગેનિક બનાવવાની કામગીરી વર્ષ ૨૦૦૩માં હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં, તેમણે રાસાયણિક ખાતરો પર સબસિડી ઘટાડી હતી અને આખરે ૨૦૧૪માં તેના પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. રાજ્યમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ અને વેચાણ કાયદાકીય રીતે સજાને પાત્ર ઠેરવી દેવામાં આવ્યો હતો. ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે તેમને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે ૧ એપ્રિલના રોજ અન્ય રાજ્યોમાંથી બિનઓર્ગેનિક શાકભાજીના આયાત પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY