બ્રહ્મોસથી વધુ શકિતશાળી ચીની મિસાઇલ ખરીદવાની તૈયારીમાં પાકિસ્તાન

0
7

ઈસ્લામાબાદ,તા.૧૭
ચીનની નવી સુપરસોનિક મિસાઇલને ખરીદવાની તૈયારી પાકિસ્તાન ટૂંક સમયમાં જ શરૂ કરી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનની નવી મિસાઇલ ભારત-રશિયા દ્વારા બનાવવામાં આવેલી બ્રહ્મોસથી વધુ શકિતશાળી છે.
રિપોર્ટ અનુસાર, ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીનની નવી મિસાઇલ એચડી-૧ સુપરસોનિકને વધારે પડકારોનો સામનો નહીં કરવો પડે.
વળી, એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવાના હેતુથી પાકિસ્તાન ટૂંક સમયમાં જ તેને ખરીદવાની તૈયારી કરી શકે છે.
આ મિસાઇલને સાઉથ ચીન સ્થિત ગ્વાંગડોંગ હોંગ્ડા બ્લાસ્ટિગ કંપનીએ તૈયાર કરી છે. ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, એચડી-૧ સુપરસોનિક એવી મિસાઇલ સિસ્ટમ છે, જેમાં લોંચિંગ, કમાન્ડ અને કંટ્રોલ બધું જ સામેલ છે.
આ મિસાઇલનું પરીક્ષણ ગત સપ્તાહે નોર્થ ચીનમાં ગુપ્ત રીતે કરવામાં આવ્યું છે. આ મિસાઇલ સિસ્ટમ એરક્રાફ્ટ, શિપ અને જમીન ત્રણેય સ્થળોએ ઉપયોગ કરી શકાય છે.
બીજિંગના સૈન્ય નિષ્ણાતો વેઇ ડોંગ્ઝૂ અનુસાર, એચડી-૧ સુપરસોનિકમાં સોલિડ ફ્યૂઅલ રેમજેટની જરૂર હોય છે. એવામાં આ મિસાઇલને પોતાની હરીફ મિસાઇલની સરખામણીએ ઓછાં ઇંધણની જરૂર પડે છે.
રિપોર્ટ અનુસાર, સરકાર પાસેથી અનુમતિ બાદ કંપની આ મિસાઇલની ડીલ શરૂ દેશે. વળી, પાકિસ્તાન અને મધ્ય-પૂર્વના દેશ આ સિસ્ટમને ખરીદવામાં રસ દાખવી રહ્યા છે.
વેઇએ જણાવ્યું કે, બ્રહ્મોસ મિસાઇલ ઘણી મોંઘી છે અને એચડી-૧ સુપરસોનિક મિસાઇલની સરખામણીએ કમજાર છે. અમારી નવી મિસાઇલ બ્રહ્મોસને મળેલો સૌથી ઝડપી મિસાઇલનો દરજ્જો ખતમ કરી દેશે.
હાલ રિપોર્ટમાં એચડી-૧ની રેન્જનો ખુલાસો કરવામાં આવ્યો નથી, જ્યારે બ્રહ્મોસ ૩૦૦ કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY