અબુધાબી,તા.૧૯
મુંબઈમાં જન્મેલા ૩૦ વર્ષના એજાઝ પટેલે પોતાના પર્દાપણ મેચમાં ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક જીતમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. અબુધાબીમાં રમાયેલી રોમાંચક પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનની જીતેલી બાજીને પલટતા પ્રથમ ટેસ્ટને ચાર રને જીતી લીધો છે. એજાઝ પટેલ આ જીતનો હિરો રહ્યો અને તેણે બીજી ઈનિંગમાં પાંચ સહિત મેચમાં કુલ સાત વિકેટ ઝડપી હતી.
પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પાકિસ્તાનની સામે જીતવા માટે ૧૩૯ રન હતા અને તેની ૧૦ વિકેટ બાકી હતી. પરંતુ આ યુવા સ્પિનરે મેચનું પાસું પલ્ટી દીધું અને પોતાની ટીમને મુશ્કેલ જણાતા મેચમાં જીત અપાવી દીધી હતી.
ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનની ઓપનિંગ જાડી ૩૭ રનથી આગળ રમવા ઉતરી. અહીં તેની તમામ વિકેટ બાકી હતી અને કુલ ૧૭૬ રનનો લક્ષ્ય હતો.
ચોથા દિવસની રમતના પ્રથમ સત્રમાં પાકિસ્તાન ટીમને ત્રણ મોટા ઝટકા લાગ્યા હતા. પહેલા ઇમામ ઉલ હક, ત્યારબાદ હાફીઝ અને હારિસ સોહેલ આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાનનો સ્કોર ૪૮ રન પર ૩ વિકેટ થઈ ગયો હતો. ત્યારબાદ અઝહર અલીની સાથે મળીને અસદ શફીકે ટીમનો સ્કોર ૧૩૦ રન સુધી પહોંચાડી દીધો હતો.
પરંતુ ત્યારબાદ ૧૩૦ના કુસ સ્કોપ પર નીલ વૈગનરે અસદ શફીકને આઉટ કરીને પાકને ચોથો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ બાબર આઝમ ૧૩ રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. બાબર આઉટ થયો ત્યારે પાકનો સ્કોર ૧૪૭ રન પર પાંચ વિકેટ હતો.
ત્યારબાદ એજાઝ પટેલે શાનદાર બોલિંગ કરતા પાક કેપ્ટનને ૩ રને આઉટ કરી દીધો હતો. ત્યારબાદ ૧૫૫ના કુલ સ્કોરે વેગનરે યાસિર શાહને પણ શૂન્યના સ્કોર પર આઉટ કરી દીધો હતો. હવે પાકિસ્તાનને જીત માટે ૨૧ રનની જરૂર હતી અને ત્રણ વિકેટ હાથમાં હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





