ટીટી માર્કેટમાંથી ૧૩૮ નંગ સાડીનું પાર્સલ ચોરાયુ઼

0
3

સુરત, તા. ૨૯
રિંગરોડ ટીટી માર્કેટ પાસેના પેસેજમાંથી ૧૩૮ નંગ ભરેલા પાર્સલોની ચોરી કરી ચાર અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૭૯ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડુંભાલ, મોડલ ટાઉન રોડ અવધૂત ધામ સોસાયટી ખાતે નરેશ અોઘડભાઈ સોલંકી રહે છે. તેમણે સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રિંગરોડ ટીટી માર્કેટના આગળના પેસેજમાંથી ચાર અજાણ્યા ઈસમોએ એકબીજાની મદદગારી કરી ૧૩૮ નંગ સાડીઅોના પાર્સલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ૧૩૮ નંગ સાડીઅોના પાર્સલોની કિંમત રૂ. ૩૪,૫૦૦/-ની થતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY