સુરત, તા. ૨૯
ફોગવાની આગેવાની હેઠળ સોમવારે સવારે સોનલ ઈન્ડસ્ટ્રીઝ ઉધના ખાતેથી વિવર્સોની વિશાળ બાઈક રેલી ચોક બજાર મુગલીસરા ખાતે પાલિકા કચેરી સુધી નીકળશે. કારખાનાના વેરા વધારાના વિરોધમાં મનપા કમિશનર અને જીએસટી ક્રેડીટ લેપ્સના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.
ફોગવાના અધ્યક્ષ અશોકભાઈ જીરાવાલાના જણાવ્યા અનુસાર વિવર્સને પડી રહેલી મુશ્કેલીઅોના વિરોધમાં સોમવારે ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીઝથી દક્ષેશ્વર મંદિરથી પીયૂષ પોઈન્ટ થઈ ચોકબજાર મહાનગરપાલિકા કચેરી સુધી વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાઈક રેલીમાં વિવર્સો બ્લેક શર્ટ અથવા ટી શર્ટનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. હાથ ઉપર કાળી પટ્ટી બાંધવાની સાથે તમામ બાઈક ચાલકો ફરજિયાત હેલમેટ પહેરીને આવવાની સૂચના અપાઈ અશોક જીરાવાળાએ વધુમાં જણાવ્યું કે, મનપા કમિશનરને કારખાનાના વેરા વધારાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે જ્યારે વિવર્સોને જીએસટી ક્રેડીટ લેપ્સ પોલીસી અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ફોગવાની સોમવારે નીકળનારી વિશાળ બાઈક રેલી સંદર્ભે આજે શનિવારે સાંજે જશ માર્કેટના બોર્ડ રૂમમાં વિવર્સોની અગત્યની બેઠક રાખવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



