તૈમૂરની એક તસવીર રૂ. ૧૫૦૦માં વેચાય છેઃ સૈફે કર્યો ખુલાસો

0
17

મુંબઈ,તા.૧૯
કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા તૈમૂર અલી ખાન કોઇ સુપરસ્ટારથી ઓછો નથી. સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચામાં રહેતા તૈમૂરની તસવીર પણ વાયરલ થતી રહે છે, પરંતુ તૈમૂરની એક તસવીરની કિંમત શું હશે, તેના વિશે કદાચ જ કોઇ વ્યક્તિને માહિતી હશે. સૈફ અલી ખાન પોતાની દીકરી સારા સાથે કરણ જાહરના ચેટ શો કોફી વિથ કરણમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે ઘણી રસપ્રદ માહિતી શેર કરી હતી.
આ દરમિયાન સૈફને કરણે તૈમૂર રિલેટેડ સવાલો પણ કર્યા હતા. કરણ જાહર સાથે વાતચીતમાં સૈફે જણાવ્યું હતું કે, તૈમૂરની જે તસવીરો સોશિયલ મીડિયા પર આવે છે, તેની કિંમત ૧૫૦૦ રૂપિયા પ્રતિ ફોટો હોય છે. સૈફે ખુલાસો કર્યો હતો કે તેમના શ્વસૂર રણધીર કપૂરે તેમને જાણકારી આપી હતી કે, પાપારાઝી તૈમૂરના ફોટો માટે આ કિંમત લે છે.
સૈફ અલી ખાને મજાકમાં એમ પણ કહ્યું હતું કે, જા તેમને તૈમૂર અલી ખાનના માધ્યમથી સારું માધ્યમ રૂપિયા કમાવવા માટે મળે તો તેમને કોઇ પ્રકારની પરેશાની નથી. ચેટ શોમાં સૈફે એ વાત પણ જણાવી હતી કે, જ્યારે મેં કરીના સાથે આ વાત કરી તો તેણે મને કહ્યું હતું કે, તમે ખૂબ ચીપ છો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY