અરે..વાહ..રેલવે ઓનલાઈન બુકિંગમાં જ માત્ર ૯૨ પૈસામાં ૧૦ લાખ રૂપિયા નો વીમો આપે છે..??

0
109

ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮

ટ્રેનમાં સફર દરમિયાન તમે ૧ રૂપિયાથી પણ ઓછામાં તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લઇ શકો છો. જી હાં રેલવે માત્ર ૯૨ પૈસામાં ૧૦ લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપે છે. આ સુવિધા દરેક યાત્રીઓ માટે છે. જો કે પેસેન્જરને લેવો છે કે નહીં એનું વિકલ્પ મળે છે. વીમો લેનાર કોઇ યાત્રીનું જા રેલ દુર્ઘટનામાં મોત થઇ જાય તો એના નોમિની અથવા લીગલ ઉત્તરાધિકારીને ૧૦ લાખ રૂપિયા સુધીનું કવર આ સ્કીમ હેઠલ આપવામાં આવે છે. જો દુર્ઘટનામાં કોઇ પ્રકારની શારીરિક અક્ષમતા આવી જાય છે તો ૭.૫ લાખ રૂપિયા સુધીનું કવપ એમાં મળે છે. થોડું શારીરિક નુકસાન પહોંચે છે તો એમાં ૨ લાખ રૂપિયા સુધીનું કવર છે.

જો કે આ સ્કીમ માત્ર ઓનલાઇન ટિકીટ બુક કરવા પર જ લાગુ થાય છે. વેબસાઇટથી ટિકીટ બુક કરવા પર પેમેન્ટ થતા પહેલા ઇન્શ્યોરન્સ લેવાનો વિકલ્પ પેસેન્જરને મળે છે. એક્સીડેન્ટલ કવરેજ માત્ર ટ્રાવેલ ટાઇમ માટે હોય છે. ઇન્શ્યોરન્સ લેવા પર નોમિનીની સાચી ડિટેલ ભરવાની હોય છે.

ટ્રેનમાં જો કોઇ એવી ઘટનાનો શિકાર બને છે તો એમના નોમિનીને એક્સીડેન્ટ થયાના ૪ મહિનાની અંદર વીમા કંપનીને જણાવવું પડશે. ક્લેમ એનઇએફટી દ્વારા મળશે. ફ્રોડથી જાડાયેલ કોઇ કિસ્સો થયો તો ઇન્શ્યોરન્સ હેઠળ કોઇ ફાયદો સંબંધિત યાત્રીને મળશે નહીં. આ સ્કીમ ૫ વર્ષ સુધીના બાળો અને ફોરેન સિટીઝન માટે નથી. જા કે કન્ફર્મ સાથે જ આરએસી અને વેટિંગ લિસ્ટ વાળા પેસેન્જર્સ પણ આ વીમો લઇ શકે છે.

કસ્ટમરને પોલિસી ઇન્ફોર્મેશન જીસ્જી દ્વારા મળે છે. પોલિસી નંબર ટિકીટ બુકિંગ હિસ્ટ્રીમાં જાઇ શકાય છે. ટિકીટ બુકિંગ બાદ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર નોમિનેશન ડિટેલ્સ નાંખવાની હોય છે. જા નોમિનેશન ડિટેલ નહીં નાખી હોય તો પછી ઉત્તરાધિકારીને ક્લેમ મળે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY