સલમાન પર રોષે ભરાયા સિંગર અમિતાભ ભટ્ટાચાર્ય, કહ્યુ : ‘તમે પાકિસ્તાની…’

0
18

મુંબઈ,તા.૫
આજકાલ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પોતાના ગીતોના કારણે નહી પરંતુ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે. લાગે છે કે આજકાલ અભિજીત બોલીવુડના ખાન અભિનેતાઓથી ખૂબ જ નારાજ છે. તાજેતરમાં જ તેમણે કહ્યુ હતું કે મે મારા અવાજથી તેને સુપરસ્ટાર બનાવ્યો છે. જ્યાં સુધી હું શાહરૂખ માટે ગાતો હતો ત્યાં સુધી તે રાકસ્ટાર હતો પરંતુ જ્યારથી મે તેના માટે ગાવાનું બંધ કરી દીધું છે તે હવે લુંગી ડાન્સ પર આવી ગયો છે. ઓમ શાંતિ ઓમ સાથે પણ આવું જ કંઇક થયુ. ધુમ તાના ગીતમાં મારો અવાજ હતો પરંતુ તે ક્્યાંક દર્શાવવામાં ન આવ્યુ. તેના કારણે મારા આત્મસન્માનને ઠેસ પહોંચી હતી.
હવે તેમણે બોલીવુડના ભઆઇજાન સલમાન ખાનને આડેહાથ લેતાં કહ્યુ છે કે તેઓ પોતાની ફિલ્મોમાં સતત પાકિસ્તાની સિંગરોને તક આપે છે. અભજીતનું કહેવું છે કે સલમાન પોતાની ફિલ્મોમાં સતત આતિફ અસલમ અને રાહત ફતેહ અલી ખાન જેવો સિંગર્સને લઇ રહ્યાં છે જેનાથી ભારતીય સિંગર્સને બોલીવુડમાં ઓછી તક મળી રહી છે.
રિપોર્ટસ પ્રમાણે અભિજીતે તેમ પણ કહ્યુ છે કે સલમાન પાકિસ્તાની સિંગર્સનો પક્ષ લે છે જે ધીરે ધીરે બોલીવુડનો ટ્રેન્ડ બની રહ્યો છે. અભિજીતે સવાલ પણ ઉઠાવ્યો કે શું હવે ભારતીય સિંગર્સ બોલીવુડમાં પ્લેબેક સિંગિંગને લાયક નથી રહ્યાં?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY