ફિલ્મ હિન્દી મિડિયમે હોંગકોંગમાં સારો બિઝનેસ કર્યો

0
14

મુંબઈ,તા.૮
ટોચના અભિનેતા ઇરફાન ખાન અને પાકિસ્તાની અભિનેત્રી સબા કમરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ હિન્દી મિડિયમે હોંગકોંગમાં પણ સારો બિઝનેસ કર્યો હોવાની માહિતી મળી હતી.
માતૃભાષાને બદલે પોતાના સંતાનોને અંગ્રેજી મિડિયમની સ્કૂલોમાં ભણાવવાની માતાપિતાની ઘેલછા પર કટાક્ષ કરતી આ ફિલ્મનું ડાયરેક્શન સાકેત ચૌધરીએ કર્યું હતું. ઘરઆંગણે સારો બિઝનેસ કરવા ઉપરાંત આ ફિલ્મે ચીનમાં પણ સારો બિઝનેસ કર્યો હતો.
હવે આ ફિલ્મ હોંગકોંગમાં રજૂ થઇ છે. ટ્રેડ પંડિત તરણ આદર્શે જણાવ્યા મુજબ હોંગકોંગમાં પણ આ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે.
તેમણે લખ્યું હતું કે ફિલ્મ સારી રીતે ચાલી રહી છે અને ખાસ તો એના કન્ટેન્ટ (કથા)ને બિરદાવવામાં આવી રહ્યાં છે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ ઝીનત લાખાણીએ તૈયાર કરી હતી. આ ફિલ્મ દ્વારા પાકિસ્તાની અભિનેત્રી સબા કમરે બોલિવૂડની ફિલ્મોમાં એન્ટ્રી મારી હતી.
દીપક ડોબરિયાલ અને દિશિતા સહગલે પણ આ ફિલ્મમાં મહત્વના રોલ કર્યા છે. હોંગકોંગની પ્રજાને સ્થાનિક ભાષાનાં સબ-ટાઇટલ્સ સાથે રજૂ થયેલી આ ફિલ્મ ગમી છે એવું બોક્સ આૅફિસના આંકડા પરથી જોઇ શકાય છે એમ તરણ આદર્શે લખ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY