મુંબઈ,તા.૮
વર્ષ ૧૯૯૫માં હિન્દી ફિલ્મ ‘બરસાત’ ફિલ્મથી કારકીર્દીની શરૂઆત કરનારી ટ્વિંકલે અસફળ ફિલ્મો જેવી ઇતિહાસ, જુલ્મી અને મેલામાં કામ કર્યું. અક્ષય સાથે ૨૦૦૧માં લગ્નમાં કર્યા પછી તેને ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું.
જ્યારે મુંબઇમાં તેની બુક ‘પાયજામાજ આર ફોરગિવિંગ’ના લોન્ચના દિવસે ટ્વિંકલે મીડિયા સાથે વાત કરી. આ સમયે ફિલ્મમેકર કરણ જોહર હોસ્ટ તરીકે નજરે પડ્યા. તેમણે જ્યારે ટ્વિંકલથી આ સવાલ કર્યો કે તેની કઇ ફિલ્મ હવે ફરીથી બનાવવી જોઇએ તો તેને મજાકમાં કહ્યું, મેં એક પણ હિટ ફિલ્મ નથી આપી. મને લાગે છે કે મારી દરેક ફિલ્મો પર પ્રતિંબંઘ મૂકી દેવો જોઇએ. જેથી કોઇ તેને જોઇ ન શકે.
આ બુક લોન્ચ પર ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર પહોંચ્યા હતા. ટ્વિંકલ ખન્નાની માતા ડિમ્પલ કાપડિયા પણ આ ઇવેન્ટમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં પત્નીની બુક લોંચિંગ સમયે અક્ષય કુમાર પણ નજરે પડ્યા હતા. અક્ષય કુમારે પત્ની ટ્વિંકલના આ પુસ્તકની કેટલીક લાઇન મીડીયાની સામે વાંચી. તે સિવાય સોનમ કપૂરે પણ આ લોન્ચ પર ટ્વિંકલની પુસ્તક ‘પાયજામાજ આર ફોરગિવિંગ’માથી કેટલીક લાઇનો વાંચીને સંભળાવી. તે સિવાય બુક લોંચિંગમાં રણવીર સિંહ, સોનમ કપૂર, બોબી દેઓલ, તાન્યા દેઓલ, ગૌરી શિંદે સહિતના સ્ટાર હાજર હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





