તમો અમને વોટ આપો અમો આપને ટિકિટ નહીં આપીએ…!!

0
11

લોકસભા ચૂંટણીઓ પહેલા પાંચ રાજ્યોની ચૂંટણીઓ યોજાવાની છે. છત્તીસગઢમાં પ્રથમ ચરણનું મતદાન થઈ ગયું છે. રાજસ્થાન,મ.પ્રદેશ,છત્તીસગઢ,મિઝોરમ વગેરેમાં ચૂંટણીઓ પછી ૧૧ ડિસેમ્બરે પરિણામો જાહેર થશે. ભાજપ,કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા પોત-પોતાના ઉમેદવારોની યાદીઓ જાહેર થઈ રહી છે. રાજસ્થાન માટે જે બે યાદીઓ જાહેર થઈ છે તેમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર નથી. છત્તીસગઢની ૯૦ સીટોમાંથી ભાજપે એક પણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી. મ.પ્રદેશમાં ૨૩૦ સીટોમાંથી એક જ મુસલમાનને ટિકિટ મળી. રાજસ્થાનમાં પાછલી ચૂંટણીઓમાં ભાજપના બે ઉમેદવાર જીતીને આવ્યા હતા. તેમાંથી એક મંત્રી છે. છતાં પણ બંન્ને યાદીઓમાંથી એક પણ યાદીમાં તેમનું નામ નથી. ભાજપ અને વડાપ્રધાન મોદીથી મુસલમાનોના દર્દ અને દુઃખ જાઈ શકાતા નથી. સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકથી છુટકારો અપાવવા માટે કાયદો બનાવ્યો અને અધ્યાદેશ પણ જાહેર કર્યો ભાજપના નેતાઓ મસ્જિદમાં જઈને તેમની ચાદર ઓઢી રહ્યા છે.
સરકારનો આ પ્રયાસ પ્રશંસાપાત્ર છે. કોઈના પ્રત્યે ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ નથી કરી શકતો. ત્રિપલ તલાકનો નિર્ણય પણ પ્રશંસનીય છે. તમમ ધર્મની મહિલાઓના દુઃખ દર્દ દૂર થવા જાઈએ. તેની સાથે-સાથે લોકશાહીના મંદિર સમાન વિધાનસભામાં તમામ વર્ગોને મોકો મળે એટલા માટે મુસ્લિમ સમાજને પણ રાજકીય પક્ષો દ્વારા ટિકિટ મળવી જાઈએ. પરંતુ લાગે છે કે રાજસ્થાનની ચૂંટણી ભાજપા હિન્દુત્વના આધાર પર લડવાનું ચાહે છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપા એક પણ મુસલમાનને ટિકિટ નહીં આપવાની પરંપરા ખૂબ નિભાવી છે. એવું જ કાંઈક રાજસ્થાન,છત્તીસગઢ,મ.પ્રદેશમાં અમલ કરવામાં આવી રહ્યો છે..? આ રાજ્યોમાં લઘુમતી સમાજની અચ્છી ખાસી વસ્તી છે. ભાજપાએ પોતાના સંગઠનમાં લઘુમતિ સમાજને માટે એક પાંખ બનાવી છે. સંગઠનમાં અને સરકારના બોર્ડ-નિગમના લઘુમતી સમાજમાંથી નિયુક્તિઓ થાય છે. આ સમાજમાંથી ભાજપાને એક પણ એવા વ્યક્તિ નથી મળતા કે જે ટિકિટને લાયક હોય.
કેન્દ્ર સરકારના નેતાઓ નેતાજી સુભાષચંદ્ર બોઝને પોતાના આદર્શ માને છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતની આઝાદી માટે નારો આપ્યો હતો કે તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા. ભાજપના લઘુમતી સમાજને માટે કદાચ એ નારો છે કે તુમ મુઝે વાટ દો હમ ટિકિટ નહીં દેંગે…! બની શકે છે કે ભાજપ દ્વારા આનો વિરોધ પણ હોય કે નહીં…નહીં…એવું નથી ને. અમે મુસલમાન સમાજને ટિકિટ આપી છે. પરંતુ વસ્તીના હિસાબથી આપી છે શું..? રાજસ્થાન,મ.પ્રદેશમાં મુસ્લિમ સમાજની જનસંખ્યા વધુ છે છતાં પણ ૨૩૦માંથી એક જ ટિકિટ મળી અથવા આપવામાં આવી. એવો જ નજારો કાંઈક રાજસ્થાનમાં છે. કોઈ જા કહે કે ભાજપા મુસ્લિમ સમાજના દુઃખ દર્દની ભારે ચિંતા કરે છે. પરંતુ ટિકિટ આપવામાં ન જાણે આ ચિંતા કેમ નથી થતી તો તેનો જવાબ નહીં મળે. મુસલમાન સમાજ વાટ સારા લાગે છે. પરંતુ તેને જન પ્રતિનિધિ બનાવવા માટે ભાજપા જીણી નજરે કેમ આવી રહી છે..? હજુ ઉમેદવારી નોંધાવવાના દિવસો બાકી છે ત્યારે ભાજપા આ સમાજને પણ વિધાનસભામાં પ્રવેશ આપવા આગળ આવે. પોતાની છબીને સુધારવાનો પ્રયાસ કરે. કોંગ્રેસ હિન્દુત્વ તરફ આગળ વધી રહી છે. તો શું ભાજપ લઘુમતી સમાજની તરફ બે કદમ ચાલીને બે ટિકિટ નથી આપી શકતી ભલા…? વિચારી લેજા નામાંકનની અંતિમ તારીખ નજીક આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY