અલ્હાબાદનું નામ હવે પ્રયાગરાજ તરીકે ઓળખાશે : યોગી

0
7

લખનઉ,તા.૧૪
ઉત્તરપ્રદેશમાં શહેરોના નામ પરિવર્તનનો સિલસિલો યથાવત છે. આ કડીમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એલાન કર્યું છે કે થોડાક દિવસોમાં અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવામાં આવશે. કુંભમેળાના આયોજનને લઈને યોજાયેલી બેઠક બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્રિવેણી સંગમ નગરી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે સંતોએ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનું સૂચન આપ્યું હતું. આ પ્રસ્તાવને યુપી સરકારે લીલીઝંડી આપી છે અને રાજ્યપાલ રામ નાઈકે પણ પ્રસ્તાવ પર સંમતિ વ્યક્ત કરી છે.
યોગી આદિત્યનાથે કહ્યું છે કે ગંગા અને યમુના બે પવિત્ર નદીઓના સંગમ સ્થાન પર આવેલા અલ્હાબાદમાં પ્રયાગોનું રાજ છે. માટે અલ્હાબાદને પ્રયાગરાજ પણ કહે છે. જા તમામની સંમતિ હશે. તો અલ્હાબાદને પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવશે. યુપી સરકારના સૂત્રોનું કહેવું છે કે યુપીના કેબિનેટની આગામી બેઠકમાં જિલ્લાનું નામ બદલવાની મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે.
કુંભમેળા પર વાત કરતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે આના સંદર્ભેની તમામ તૈયારીઓ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. તેમણે કહ્યું છે કે આ કુંભમેળાની પહોંચ વૈશ્વિક હશે. તેમાં ભારતમાં દૂતાવાસ ધરાવતા તમામ દેશોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY