ગૌ-સંરક્ષણનું કામ કરનાર ખેડૂતો ગાયના દૂધની સાથે ગૌમૂત્રથી બન્યા માલામાલ

0
4

ઉદયપુર,તા.૨૪
રાજસ્થાનમાં પશુપાલન ક્ષેત્રે કામ કરનાર ખેડૂતો માટે દૂધ ઉત્પાદન સિવાય હવે ગૌમૂત્ર પણ આવકનું એક મુખ્ય સ્ત્રોત બનવા જઈ રહ્યો છે. રાજયમાં ગૌ-સંરક્ષણનું કામ કરનાર તમામ ખેડૂતો હવે ગાયના દૂધની સાથે સાથે ગૌમૂત્રને પણ બજારમાં વેચવા લાગ્યા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોની આવકમાં ૩૦ ટકાથી વધારે નફો જાવા મળ્યો છે.
તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં ગાયની ગિર અને થરપારકર જેવી અમુક પ્રજાતિઓના ગૌમૂત્રની ઘણી ડિમાન્ડ હોવાના કારણે પશુપાલકોને બજારમાં ઘણી સારી એવી કિંમતો પણ મળવા લાગી છે. એક બાજુ જ્યાં ખેડૂતોને ગાયના દૂઘ માટે ૧૫-૩૦ રૂપિયા જ મળતા હતા, ત્યાં ગૌમૂત્રના પ્રતિ લીટરે ૨૨થી ૨૫ લીટરનો ભાવ સરળતાથી મળી રહ્યો છે.
જયપુરના રહેવાસી ખેડૂત કૈલાશ ગુર્જરે જણાવ્યું કે, ગૌમૂત્રનો ઉપયોગ જૈવિક કૃષિ માટે થાય છે. આ ક્ષેત્રમાં કામ કરનાર લોકો તેમના ગૌમૂત્ર ખરીદે છે અને તેના કારણે તેમની આવકમાં લગભગ ૩૦ ટકાનો વધારો પણ થયો છે. કૈલાશે વધુમાં કહ્યું કે, ગૌમૂત્રનો ઉપયોગ કેમિકલ યુક્ત ખાદના એક વિકલ્પના રૂપમાં થાય છે. તેના સિવાય, દવા અને તમામ ધાર્મિક કામોમાં પણ તેનો ઉપયોગ થાય છે. ગૌમૂત્રને ભેગું કરવા માટે તેમને આખી રાત જાગવું પડે છે, જેનાથી અમે ગૌમૂત્ર જમીન પર પડતું રોકી શકીએ.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY