૫ વર્ષની બાળકી પર પડોશી યુવાને દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
14

સુરત,તા.૩૦
ડીંડોલી વિસ્તારમાં અત્યંત ઘૃણાસ્પદ ઘટના બની છે.પડોશી હવસખોર યુવાને માત્ર ૫ વર્ષની બાળકીને પીંખી નાંખીને લોહીલુહાણ હાલતમાં છોડી ફરાર થઇ ગયો છે.બાળકીને ગુપ્તાંગના ભાગે અનેક ઇજા થવાને કારણે સિવિલના તબીબોએ બાળકીનું ઓપરેશન કર્યું હતુ.શનિવારથી બાળકી ગુમ હતી અને વહેલી સવારે ૩ વાગ્યે લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
ડીંડોલી વિસ્તારમાં એક ૫ વર્ષની બાળકી ગુમ થઇ હતી જેની ફરિયાદ ડીંડોલી પોલીસને કરવામાં આવી હતી. રવિવારે વહેલી સવારે ૩ વાગ્યે બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.તબીબોએ પોલીસને જાણ કરતા કાફલો સિવિલ પહોંચ્યો હતો. ફરજ પરના તબીબોએ કહ્યું હતું કે બાળકીના કપડાં લોહીથી લથબથ હતા અને ગુપ્તાંગના ભાગેથી પણ લોહી નિકળી રહ્યું હતું.તેણીને ગુપ્તાંગના ભાગે અનેક ઇજા થવાને કારણે ઓપરેશન કરવાની ફરજ પડી છે.તબીબોએ કહ્યું હતું કે ૫ વર્ષની બાળકી માત્ર એટલું બોલી શકી હતી કે ગલી કા કાકા લે ગયા થા.પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું છે કે સોસાયટીના એક ૧૮ વર્ષના હવસખોર યુવાનનું આ કરતુત છે જે ફરાર છે. ડીંડોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY