સુરત,તા.૩૦
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રાહદારીઓની સુવિધા માટે લાખો રૃપિયાના ખર્ચો કરીને ફુટપાથ બનાવવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ રાહદારીના બદલે દબાણ કરનારાઓ વધુ કરતા હોવાથી ફુટપાટ બનાવવાનો હેતુ સર થતો નથી.
ફુટપાથ પર ગેરકાયદે દબાણ કરનારા વધુ હોવાથી રાહદારીઓને રોડ પર ચાલવું પડે છે. આ અંગેની સામાન્ય સભામાં ફરિયાદ બાદ પોલીસ સાથે મળીને ફુટપાથના દબાણ દુર કરવાની ખાત્રી મ્યુનિ. તંત્રએ આપી છે.
સુરત મ્યુનિ. વિસ્તારમાં રોડ બનાવવા સાથે રાહદારીઓને ચાલવા માટે ફુટપાથ પણ બનાવવામાં આવે છે. લાખો રૃપિયાના ખર્ચે રાહદારીઓ માટે રુટપાથ બનાવવામા આવે છે પણ મ્યુનિ. તંત્રની નબળી કામગીરીના પગલે ફુટપાથ પર ગેરકાયદે દબાણ કરનારા વધુ હોવાથી રાહદારીઓએ જીવના જોખમે રસ્તા પર જ ચાલવું પડે છે. રસ્તા પરના ફુટપાથ અને તેના પર ગેરકાયદે દબાણ કરનારાઓ અંગે સામાન્ય સભામાં પ્રશ્ન પુછાયા બાદ ફુટપાથ પરના દબાણ પોલીસ સાથે રહીને દુર કરવા માટે ખાત્રી આપી છે.
સુરતના ઉધના વિસ્તારમાં મ્યુનિ. તંત્રએ ફુટપાથ બનાવ્યા છે અને સાઈકલ ટ્રેક બનાવ્યો છે તેના પર ગેરકાયદે ટેમ્પો અને અન્ય ખાનગી વાહનો પાર્ક થાય છે આ અંગેની સંખ્યાબંધ ફરિયાદ હોવા છતાં હજી નક્કર કામગીરી કરવામાં આવી નથી.
સુરત મ્યુનિ. તંત્રએ સાત ઝોનમાં ૬૦૫ કી.ની.ના રસ્તા પર ૫૧૯ કીમી.ના ફુટપાથ બનાવ્યા છે પરંતુ મોટા ભાગના ફુટપાથ પર ગેરકાયદે દબાણ કરનારાઓનો કબ્જા જોવા મળી રહ્યો છે. જાહેર રસ્તા પરથી દબાણ દુર કરનાર તંત્ર ફુટપાથ પરના દબાણ દુર કરવા માટે અસમર્થ જોવા મળી રહ્યું હોવાથી રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




