હિંસક બન્યું મરાઠા આંદોલન, આરક્ષણના મુદ્દે મહારાષ્ટ્ર બંધ

0
10

મુંબઈ,તા.૨૪
મરાઠા આરક્ષણની માગણી કરતા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક યુવકે ગોદાવરી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી છે. યુવકની મોત પછી અહીંના લોકો ખૂબ નારાજ થઈ ગયા અને તેમણે મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ગાડીઓ અને બસોમાં તોડ-ફોડ કરી છે. આંદોલનના પગલે ૩ લોકોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાની માહિતી મળી રહી છે.
યુવકના મોત પછી મરાઠા ક્રાંતિ મોર્ચાએ મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. કોલ્હાપુર, સતારા, સોલાપુર, પુણે અને મુબંઈમાં હાલ સ્થિતિ તણાવપૂર્ણ છે. આ દરમિયાન મરાઠા સમુદાયની નારાજગી જાઈને ઔરંગાબાદના ડીએમ ઉદય ચૌધરીએ મરાઠા ક્રાંતિ મોર્ચાની મોટા ભાગની માગણીઓ માની લીધી છે.
આ વિશે ડીએમ ઉદય ચૌધરીએએ જણાવ્યું છે કે, સરકાર મૃતક કાકાસાહેબ શિંદેના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર આપશે. તે સાથે જ તેના નાના ભાઈને સરકારી નોકરી પણ આપવામાં આવશે.
નવી મુંબઇમાં રાત્રે અનામતની માંગ પર આંદોલનકારી હિંસક થયા હતા અને ટાયરો સળગાવી ટ્રાફિક રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે પુણેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના એક કાર્યક્રમમાં આ આંદોલનકારીઓ પહોંચી ગયા હતા અને હોબાળો કર્યો જેના કારણે મુખ્યમંત્રીએ કાર્યક્રમ વચ્ચેથી જ છોડવો પડ્યો.
આ હોબાળો અને આગચાંપીની શરૂઆત આ વખતે ઔરંગાબાદ થી થઇ. અહી આંદોલનકારીઓ અનામતની માંગને લઇને જળસમાધિ લેવાના હતા. તેમનું કહેવું હતું કે પહેલાં અનામતની વ્યવસ્થા થાય પછી જ ભરતીઓ કરવામાં આવે. જ્યારે અહીં એક વ્યકિત જળસમાધિ માટે નદીમાં છલાંગ પણ લગાવી. તેને નદીમાંથી બહાર લાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો અને આ કારણે રાજ્યના ઘણાં ભાગોમાં પ્રદર્શનો થયા.
બે દિવસની અંદર અનામત અંગે જા સરકાર અંતિમ નિર્ણય નહિં લે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ધમકી મહારાષ્ટ્ર ક્રાંતિ મોરચાએ આપી છે. મરાઠા આંદોલક કાકાસાહેબ સિંદેએ આપઘાત ક્યારે બાદ સરકારે તેના ભાઈને સરકારી નોકરી અને આર્થિક મદદની જાહેરાત કરી દીધી છે. બંધની અસર નવી મુંબઈ, રાયગઢ, નાંદેડ, અહેમદનગર, નાસીક વિસ્તારોમાં દેખાઈ રહી છે. ટોળા બંધ કરાવવા નીકળ્યા છે. હિંસાનો ખતરો હાવાથી પોલીસ દોડતી થઈ છે. વધુ સુરક્ષા જાપ્તો ગોઠવી દેવાયો છે.
નોંધનીય છે કે, આમ તો મરાઠા આરક્ષણની માગણી ઘણાં સમયથી થઈ રહી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આંદોલન તેજ થઈ ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ લોકોએ નારાજગી વ્યક્ત કરીને તેમના રાજીનામાની માગણી કરી છે.
બીજી બાજુ કોંગ્રેસે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા આરક્ષણ વિશે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાતે આરક્ષણ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેઓ તેમના વચનનું જ પાલન નથી કરી રહ્યા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY