યુવા નાદ કાર્યક્રમમાં નવા હોદ્દેદારોની વરણી
સુરત, તા.૨૦
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્ય પ્રણાલી મુજબ દર વર્ષે નૂતન કારોબારીની ઘોષણા મહાનગર પરિષદ યોજીને કરતું હોય છે. જે અંતર્ગત આ વખતે તા.૧૯-૯-૨૦૧૮ના રોજ ડો. આંબેડકર ભવન મુકામે સુરતનાં રાષ્ટ્રવાદી છાત્રોનું સંગમ યુવાનાદ મહાનગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના ૪૦ જેટલા કેમ્પસોમાંથી બહોળી સંખ્યામાં યુવાધન ઉમટયું હતું. જ્યાં સુરત મહાનગરની નવનિયુક્ત કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. તે પ્રસંગે ગુજરાત પ્રદેશના પ્રદેશમંત્રી નીખિલભાઈ મેઠિયા વિશેષ ઉપસ્થિત રહ્ના હતા.
આગામી વર્ષ ૨૦૧૮-૧૯ માટે સુરત મહાનગરની કારોબારીમાં અધ્યક્ષ પદે રૂદ્રેશભાઈ વ્યાસ, ઉપાધ્યક્ષ પદે ડો. પ્રો. જગદીશભાઈ કંથારીયા, ઉપાધ્યક્ષ તરીકે પ્રો. મુકેશભાઈ ગોયાણી અને મંત્રી અપ્પુભાઈ પાટીલ, સહમંત્રી લક્કીભાઈ પટેલ, સહમંત્રી ભાર્ગવભાઈ રાજ્યગુરૂ, સહમંત્રી જૈશલભાઈ પટેલ, સહમંત્રી રીંકલબેન પ્રજાપતિ ઉપરાંત કેમ્પ પ્રમુખ લક્ષ્મણભાઈ ભરવાડનો સમાવેશ કરાયો છે અને આ સહિત કુલ ૪૪ કાર્યકર્તાઅોની કારોબારી ઘોષણા કરવામાં આવી હતી તથા ૨૦ જેટલા અલગ અલગ કોલેજના અધ્યક્ષ મંત્રીની ઘોષણા કરવામાં આવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



