રૂ.૩૬ હજરના દારૂ સાથે એક બુટલેગરની ધરપકડ
સુરત, તા.૨૨
બારડોલી-ચાણક્યપુરી ગામ પાસેથી પસાર થતા એક સેવરોલેટ કારમાંથી વગર પાસ પરમીટની ૫૫૨ નંગ કિંમત રૂ.૩૬ હજાર, એક નંગ મોબાઈલ ફોન તથા સેવરોલેટ ગાડીની કિંમત મળી કુલ ૨.૩૬ લાખના મુદ્દામાલ સાથે એક બુટલેગર ચાલકની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના ચાણક્યપુરી ગામ પાસેથી મુકેશભાઈ નટવરભાઈ રાઠોડ પોતાની સેવરોલેટ વાહનમાં જીજે-૫-સીજે-૪૦૩૧ વગર પાસ પરમીટનો વિદેશી પ્રાંતની ૫૫૨ નંગ બાટલીઅો કિંમત રૂ.૩૬ હજારની લઈને પસાર થતા હતા. ત્યારે પોલીસે તેની સેવરોલેટ કારને આંતરીને તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૫૫૨ નંગ વિદેશી દારૂની બોટલ, એક નંગ મોબાઈલ ફોન તથા ૨ લાખની કિંમતની સેવરોલેટ કાર મળી કુલ ૨.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર વાહન ચાલક મુકેશ રાઠોડ સામે પ્રોહિબીશન એક્ટનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મહિલા રમીલા રાઠોડને પોલીસે વોન્ટેડ જાહેર કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




