મુંબઈ,તા.૧૬
અનુષ્કા શર્માનું નામ આજે બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં લેવાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે અનુષ્કાની આર્થિક સ્થિતિ સારી નહતી.
અનુષ્કાએ એ સમયની વાત કરી જ્યારે તેનો પરિવાર આર્થિક રીતે મજબૂત નહતો. અનુષ્કાએ જણાવ્યું કે તેના પિતા આર્મીમાં હતા અને તેમની પાસે એટલા પૈસા નહતા. અનુષ્કાએ કહ્યું કે, “મે મારા માતા-પિતાને ઘણીવાર બધી લોન ચુકવવાને લઇને વાત કરતા અને ચિંતિત જોયા હતા. મને યાદ છે બાળપણમાં મારી સ્કૂલમાં એક કાર્યક્રમ હતો અને તેના માટે મારે એક ખાસ પ્રકારનાં ડ્રેસની જરૂર હતી. એ ડ્રેસ ઘણો મોંઘો હતો, આ કારણે માએ કહ્યું કે આપણે તે નહી ખરીદી શકીએ, તુ કાર્યક્રમમાં ભાગ ના લે. આ સાંભળીને હું રડવા લાગી હતી, પરંતુ માએ મારા માટે ખૂદ એવો જ ડ્રેસ પોતાના હાથે બનાવી આપ્યો હતો.”
અનુષ્કા અભિનેત્રીની સાથે સાથે ‘NUSH’ ક્લોધિંગ બ્રાન્ડની આૅનર પણ છે. કેટલાક રીપોટ્ર્સ અનુસાર અનુષ્કા અને વિરાટ કોહલીની વાર્ષિક આવક ૬૧૦ કરોડ રૂપિયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






