મુંબઈ,તા.૨૫
રાખી સાવંત ટીવી અને બોલીવુડની નોટંકી ક્વીન કહેવાય છે. જે નિવેદન આપે છે, જે કામ કરે છે એમાં હંગામો થઇ જાય છે. રાખી સાવંતનો એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે એક સોશિયલ વર્ક કમ પબ્લિસિટી સ્ટંટ વધારે લાગી રહ્યો છે. બોલીવુડના ઘણા સિતારા મર્યા બાદ પોતાના શરીર અથવા કોઇક અંગ દાન કરવાનો નિર્ણય કરે છે.
ઐશ્વર્યા રાયે પોતાની આંખો દાન કરેલી છે અને એની દેખાદેખીમાં હવે રાખી પોતાના બ્રેસ્ટ દાન કરવા ઇચ્છે છે. એમાં રાખીને એવું બોલતા સાંભળી શકાય છે કે એ એના બ્રેસ્ટ ડોનેટ કરવા ઇચ્છે છે કારણ કે આ જ એની પાસે ડોનેટ કરવા લાયક છે. એની પૂરી બોડીમાં આ જ સુંદર અંગ છે. રાખીએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે અને ઐશ્વર્યા રાય બચ્ચનને પણ ટેગ કરી છે. રાખીનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયો શેર કર્યા બાદ રાખી સાવંત ખૂબ ટ્રોલ થઇ રહી છે. લોકો એના વીડિયોને જોયા બાદ ગંદી કોમેન્ટ્સ કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે ચીપ પબ્લિસિટી માટે રાખીએ આ વીડિયો મૂક્યો છે. બોલીવુડમાં એને કામ મળી રહ્યું નથી એટલા માટે એ અટેન્શન મેળવવા માટે આ બધું કહી રહી છે. રાખીએ થોડાક દિવસો અગાઉ એક ભોજપુરી ફિલ્મમાં આઇટમ ડાન્સ કર્યો છે. રાખીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોતાનો એ આઇટમ ડાન્સ પણ શેર કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






