ચોમાસુ પૂરુ થતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત

0
9

ડાબા અને જમણા કાંઠા નહેરમાં પાણી છોડાતા ડેમના લેવલમાં ઘટાડો
સુરત, તા.૨૦
ચોમાસાની સિઝન હવે પૂરી થવા આવી છે. ઉકાઈ ડેમ ૫૦ ટકા જેટલો ખાલી છે ગતરોજથી ડાબા કાંઠા અને જમણા કાંઠા નહેર માટે ૨ હજાર કયુસેક પાણી છોડાતા સપાટીમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્ના છે. આ વર્ષે શિયાળાની સિઝન બાદ સિંચાઈ માટે પાણી કાપ મૂકાય તેવી શક્યતા પ્રબળ બની છે.
સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તાપી નદીના રેનગેજ સ્ટેશનમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોમાસાની હવે વિદાય શરૂ થઇ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે ડેમની સપાટી ૩૧૭.૬૫ ફૂટ નોંધાઈ છે. ગત રોજ ઉકાઈની સપાટી ૩૧૭.૮૦ ફૂટ નોંધાઈ હતી. ગત રોજથી ઉકાઈ ડેમમાંથી ડાબા કાંઠા મુખ્ય કેનાલ (એલબીએમસી) માટે ૫૫૦ કયુસેક અને જમણા કાંઠા મુખ્ય કેનાલ (આરબીએમસી) માટે ૧૫૫૦ કયુસેક મળી કુલ ૨૦૫૦ કયુસેક પાણી નહેરમાં છોડાઈ રહ્યાં છે. ઉકાઈની સપાટી ગતરોજ ૩૧૭.૮૦ ફૂટ હતી જે આજે ૩૧૭.૬૫ ફૂટ થઈ છે. નહેરમાં પાણી છોડવાની શરૂઆત ઉકાઈની સપાટી ૦.૧૫ ફૂટ જેટલી ઘટી છે. આ વર્ષે ચોમાસાના છેલ્લા ૩ મહિના દરમિયાન ઉકાઈ ડેમની સપાટી ૩૨.૮૦ ફૂટનો જ વધારો થયો છે. આજે પણ ઉકાઈ ડેમ તેની ભયજનક ક્ષમતા કરતા ૫૦ ટકા જેટલો ખાલી છે ઉકાઈમાં સંગ્રહ થયેલ જળરાશી માત્ર શિયાળાની સિઝન સુધી જ સિંચાઈ માટે છોડી શકાશે ઉનાળા પાકની સિંચાઈ માટે પાણી છોડવુ મુશ્કેલ બનશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY