રૂ. ૧૫ લાખનો હિસાબ માગી ચેક સહિતના દસ્તાવેજો પડાવી લીધા
સુરત, તા.૨૦
સુરત-કડોદરા રોડ કુંભારિયા ગામ શ્યામ સંગીની ટેક્ષ્ટાઈર્લ્સ માર્કેટમાં વેપારીઅોએ પેમૈન્ટ કલેકશનનું કામ કરતા કર્મચારી પાસેથી રૂપિયા ૧૫ લાખનો હિસાબ માગી ૩૦ થી ૩૫ કોરા ચેક સહિતના દસ્તાવેજા બળજબરી પડાવી લીધા હતા.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાદરા પ્રિયંકા હાઉસિંગ સોસાયટી રહેતા પ્રકાશચંદ્ર કેદારલાલ રાઠીએ આરોપી વેપારી હરિપ્રસાદ ભંવરલાલ જાવર, રામપ્રસાદ ભંવરલાલ જાવર, અક્ષય હરિપ્રસાદ જાવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી આરોપીની દુકાનમાં પેમેન્ટ કલેકશન કરવાનું કામ કરતો હતો. આરોપીઅોએ ફરિયાદી પાસે રૂ. ૧૫ લાખનો હિસાબ માગી ૫૦ જેટલા કોરા ચેકો, પાનકાર્ડ, ચાર એટીએમ કાર્ડ મોબાઈલ ફોન સહિતના દસ્તાવેજો બળજબરી કાઢી લઈ સહિ કરાવી ગુનો કર્યો હતો બનાવ અંગે પૂણા પોલીસે વેપારીઅો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આમ ઉઘરાણી કરતાં કર્મચારી પાસેથી ૩૦-૩૫ કોરા ચેક બળજબરીપૂર્વક પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવવા પામી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



