અડાજણમાં ગણપતિ મંડપમાં જુગાર રમતા ૬ જુગારી ઝડપાયા

0
19

કાપડના શો રૂમ્સમાં ક્રિકેટ મેચ પર ખેલાતો સટ્ટો પકડાયો
સુરત, તા. ૨૨
અડાજણ માહ્યાવંશી મહોલ્લામાં યુવક મંડળના ગણપતિ મંડપ આગળ જુગાર રમતાં છ જણાંની અડાજણ પોલીસે ધરપકડ કરી હતી. તેમજ ખટોદરા પોલીસે પણ ક્રિકેટ મેચ ઉપર રમતા સટ્ટા બેટિંગ ઉપર દરોડા પાડી પાંચ જણાંની ધરપકડ કરી હતી. તેમજ ખટોદરા પોલીસે પણ ક્રિકેટ મેચ ઉપર રમતા સટ્ટા બેટિંગ ઉપર રમતા સટ્ટા બેટિંગ ઉપર દરોડા પાડી પાંચ જણાની ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા ૧.૨૨ લાખની મતા કબજે કરી હતી.
ખટોદરા પોલીસે અલથાણ- ભીમરાડ કેનાલ રોડ મેગ્નુસ શોપિંગ મોલ દુકાન નં. ૧૦૪, લુકક્મી નામની કપડાની દુકાનમાં દરોડા પાડયા હતા. આ દુકાનમાં બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હતો. પોલીસે આરોપી જીગ્નેશ મોહન પટેલ વિવેક રાજેશ પટેલ, વિમલ ભાયલાલ પટેલ, વૈભવ સુરેશ પટેલની ધરપકડ કરી સંદીપ મહેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ઈલેકટ્રોનિક સાધનો, ચાર મોબાઈલ ફોન, રોકડા ૨૫૦૦૦ મળી કુલ્લે રૂ. ૮૭,૫૦૦ કબજે કર્યા હતા.
અડાજણ પોલીસે ગુજરાત ગેસ કંપની પાસે માહ્યાવંશી મહોલ્લો, યુવક મંડળના ગણપતિ મંડપ આગળ જુગાર રમતા રાકેશ ઉર્ફે રોકસી કાળીદાસ પટેલ, મનિષ ઉર્ફે લાલો રમણીકલાલ ચૌહાણ, વિવેક ઉર્ફે કાન દિનેશ રાઠોડ, પ્રકાશ ઉર્ફે પપ્પુ- લક્ષ્મણ પટેલ, કલ્પેશ ચીમન ભગત, દિવ્યેશ ટેકરની ધરપકડ કરી હતી. પોલીસે પાંચ મોબાઈલ ફોન રોકડા મળી કુલ્લે રૂ. ૩૫,૦૩૦ની મળી કબજે કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY