સુરતમાં રાજદ્રોહના કેસમાં આવતીકાલે કોર્ટની મુદ્દત
સુરત, તા. ૧૯
અમરોલી તથા કામરેજ પોલીસ મથકના ગુનાઅોમાં ગુરૂવારના રોજ હાર્દિક પટેલ સુરત અને કઠોર કોર્ટની મુદ્દત પર હાજરી આપશે એવું બચાવપક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, મોટા વરાછા ક્રિષ્ણા રેસિડેન્સી ખાતે રહેતા વિપુલ દેસાઈને ત્યાં જઈને હાર્દિક પટેલે પોલીસ વિરદ્ધ બેફામ નિવેદન કર્યા હતા. જેની સામે ડીસીપી મકરંદ ચૌહાણે અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહની ફરિયાદ દાખલ કરાવતા ડીસીબી પીઆઈ જે.એચ. દહીયાએ હાર્દિક પટેલની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતો. ચાર્જશીટ રજૂ કરાયા બાદ તેની સામે ચાર્જ ફ્રેમ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે પાટીદાર આંદોલન દરમિયાન કામરેજ ચાર રસ્તા હાઈવે પર ચક્કાજામ કરી એસટી બસની તોડફોડ પણ કરવામાં આવી હતી.કામરેજ પોલીસ મથકમાં હાર્દિક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ પણ કરવામાં આવી હતી. સુરતના રાજદ્રોહના તથા કામરેજ પોલીસના ચક્કાજામ કેસમાં હાર્દિક પટેલ સુરત તથા કઠોર કોર્ટમાં હાર્દિક પટેલ સુરત તથા કઠોર કોર્ટમાં હાજર રહેશે એવું જાણવા મળ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



