મચ્છરોના બ્રીડિંગ મળી આવતા દંડ કરાયો
સુરત, તા.૨૧
સુરત મહાનગરપાલિકાનાં વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે કરી મેલેરિયા સર્વેલન્સ, ડોર ટુ ડોર ઈન્ટ્રાડોમેસ્ટિક સર્વે, એન્ટિલાર્વલ, ફોગિંગ, ટાયરો, કારબા, પીપડા તેમજ બિનવપરાશી કાટમાળનો નિકાલ, વહીવટી ખર્ચની વસૂલાત, આરોગ્ય રક્ષણ સંબંધી નોટિસ ઈસ્યૂ કરવી તેમજ જનજાગૃતિ અભિયાનમાં તા.૧૯-૯-૨૦૧૮ના રોજ પર્વત ગોડાદરા યુનિટ દ્વારા મોર્ડન એક્સપરીમેન્ટલ સ્કૂલમાં બ્રીડિંગ મળતા ૫૦૦૦ વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. કલ્પનાનગર સન ફ્લાવર વિદ્યાલયની બાજુમાં બાંધકામમાં બ્રીડિંગ મળતા ૫૦૦૦ વહીવટી ખર્ચ વસૂલાત અને વિર્નર એકેડમી રોશનીનગરમાં અોટીમાં બ્રીડિંગ મળતાં ૪૦૦૦ વહીવટી ખર્ચ વસૂલાત કરેલ છે તથા પોલોરાઈડ બાંધકામ ૧૦૦૦૦ વહીવટી ખર્ચ, આમ કુલ ૨૪૦૦૦ વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



